હાથનો દુખાવો દૂર કરવા માગો છો તો ઠંડો શેક કરો. ઠંડો શેક કરવા માટે આઇસ પેક અથવા બરફના પાણીમાં કપડું પલાળીને હાથનો શેક કરી શકો છો.
હાથોની માલિશ કરવાથી હાથના દુખાવાથી છુટકારો મેળવી શકો છો. આ માટે સરસવનું તેલ અથવા કોઇ પણ તેલને નવશેકુ ગરમ કરીને હાથ પર લગાવીને થોડી વાર માલિશ કરવાથી દુખાવામાં રાહત મળી શકે છે.
સિંધવ મીઠું નવશેકા પાણીમાં મિક્સ કરીને સ્નાન કરવાથી હાથના દુખાવાથી છુટકારો મેળવી શકાય છે. પાણીમાં મીઠું મિક્સ કરીને હાથ ધોવાથી અથવા શેક કરવાથી પણ દુખાવોમાં આરામ મળે છે.
હાથના દુખાવાથી છુટકારો મેળવવા હિટિંગ પેડથી હાથનો શેક કરી શકો છો. આ સાથે ગરમ પાણીમાં કપડું પલાળીને હાથનો શેક કરવાથી દુખાવામાં રાહત મળે ચે.
ઘણી વાર હાથનો ટેક લઇને ઊંઘવાથી અથવા ઇજાના કારણે પણ હાથમાં દુખાવો થઇ શકે છે. આ માટે હાથને ગોળ ગોળ ફેરવાથી અથવા સ્ટ્રેચ કરવાથી પણ હાથનો દુખાવો દૂર કઇ શકાય છે.
એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર લવિંગનું તેલ તમારા હાથના દુખાવાને છુટકારો અપાવી શકે છે. આ માટે લવિંગના તેલને હાથ પર લગાવીને માલિશ કરવાથી હાથના દુખાવામાં રાહત મળે છે.