જરૂરતથી વધારે પ્રોટિન હાડકાને નબળા બનાવે છે. હકીકતમાં પ્રોટિનથી શરીરમાં એસિડિટી બનવા લાગે છે. જેથી કેલ્શિયમ ટૉઈલેટ વાટે બહાર નીકળી જાય છે.
કાર્બોનેટેડ લિક્વિડ જેવા કે સોફ્ટ ડ્રિન્ક, શેમ્પેઈનનું સેવન બને તેટલું ઓછું કરવું જોઈએ. જેમાં ફોસ્ફરસની માત્રા અધિક હોય છે. જેથી શરીરમાં કેલ્શિયમ ઘટવા લાગે છે.
જો તમે કૉર્ટિકોસ્ટેરૉઈડ દવાઓનું સેવન લાંબા સમયથી કરી રહ્યાં હોવ, તો તેનાથી હાડકા નબળા પડવાની શક્યતા વધી જાય છે.
જો તમે એનિમલ પ્રોટિનનું વધારે પડતુ સેવન કરો છો, તો તમારા હાડકાને નુક્સાન થઈ શકે છે. જેના અધિક સેવનથી પેશાબમાં કેલ્શિયમની કમી થઈ શકે છે.
વધારે પડતા મીઠાનું સેવન કરવાથી હાડકામાં કેલ્શિયમ ઓછું થઈ જાય છે. મીઠાની અંદર રહેલ સોડિયમ બૉડીના કેલ્શિયમને કમ કરી નાંખે છે.
પ્રોસેસ્ડ ફૂડની અંદર સોડિયમનું લેવલ ખૂબ જ વધારે હોય છે. જેના સેવનથી તમારા હાડકા નબળા પડી શકે છે.