શાકાહારી ભોજન કરવાના ફાયદા


By hariom sharma2023-04-26, 09:27 ISTgujaratijagran.com

પોષણ મળે છે

શાકાહારી ભોજનમાં તમે ફળોને સામેલ કરી શકો છો. આમાં એન્ટિઓક્સિડેન્ટ વિટામિન સી, બાયો ફ્લેવેનોઇડ, મિનરલ અને ફોલિક એસિડ હોય છે. આનાથી શરીરને પોષણ મળે છે. સાથે ઘૂંટણ મજબૂત બને છે અને સોજાથી પણ રાહત મળે છે.

સ્વસ્થ હૃદય માટે

નોનવેજમાં ફેટની માત્રા વધુ હોય છે, અને શાકાહારી ભોજનમાં ફેટ નથી હોતું. નોનવેજમાં રહેલી ચરબી ધમનિઓમાં અવરોધ ઉત્પન્ન કરે છે.

હેલ્ધી ડાયઝેશન માટે

પાચનને સુધારવા માટે તમારે શાકાહારી ભોજન કરવું જોઇએ. આ એસિડિટી, ગેસ અને કબજિયાતની સમસ્યાથી છુટકારો અપાવે છે.

વેટ લોસમાં ગુણકારી

શાકાહારી ભોજન કરવાથી તમને વજન ઘટાડવામાં મદદ મળે છે. નોનવેજમાં ફેટ વધુ હોય છે. નોનેવજને ડાયેટમાં સામેલ કરવાથી તમે સ્થૂળતાનો શિકાર બની શકો છો.

બીપી કંટ્રોલ કરે છે

શાકાહારી ભોજનમાં ફળ અને શાકભાજીનું સેવન કરવામાં આવે છે. આમાં પોટેશિયમના ગુણો ભરપૂર માત્રામાં રહેલા હોય છે. આનું સેવન કરવાથી બીપી કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

તરબૂચ જ્યૂસના જોરદાર ફાયદા