Home Remedies: એસિડિટીમાંથી ઝડપથી છુટકારો મેળવવાના ઘરેલું ઉપાયો


By Vanraj Dabhi26, Oct 2024 10:21 AMgujaratijagran.com

એસિડિટીમાંથી છુટકારો

પેટમાં ગેસ અને એસિડિટીની સમસ્યાને કંટ્રોલ કરવા માટે ઘરેલું ઉપચારની મદદ લઈ શકો છો. આ ઉપાયો એસિડિટીમાંથી છુટકારો મેળવવા માટે અસરકારક છે.

અજમો અને કાળું મીઠું

પાચન સુધારવાની સાથે ગેસ, પેટનું ફૂલવું વગેરે માટે એક ચમચી અજમો અને એક ચપટી કાળું મીઠું નાખીને હુંફાળા પાણી સાથે સેવન કરો.

વરિયાળી પાણી

પેટમાં એસિડિટીની સમસ્યામાંથી રાહત અને પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે એક ચમચી વરિયાળીને પાણીમાં ઉકાળીને તેનું સેવન કરી શકો છો.

છાશ અને જીરું

છાશ પાચનતંત્રને શાંત કરે છે અને એસિડિટીથી રાહત આપે છે. તેમાં જીરાનો પાઉડર નાખીને પીવાથી પેટને ઠંડક મળે છે અને પાચનક્રિયા સુધરે છે.

નાળિયેર પાણી

પેટની એસિડિટી ઘટાડવામાં નારિયેળ પાણી ખૂબ જ ફાયદાકારક છે. નારિયેળ પાણીનું નિયમિત સેવન કરવાથી પેટમાં બળતરા અને ગેસથી રાહત મળે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Calcium Rich Foods: કેલ્શિયમની ઉણપ દૂર કરવા માટે આ ખોરાકનું સેવન કરો