વિન્ટર હેર કેર ટિપ્સ : શિયાળામાં ડેન્ડ્રફથી છુટકારો મેળવવાના ઘરેલુ ઉપાય


By Vanraj Dabhi24, Nov 2023 10:37 AMgujaratijagran.com

શિયાળામાં ખોડો દૂર કરશે આ 5 ઘરગથ્થુ ઉપચાર

ઠંડા વાતાવરણમાં ડેન્ડ્રફની સમસ્યા ખૂબ વધી જાય છે. ડેન્ડ્રફ વાળમાં ખંજવાળથી લઈને વાળ ખરવા સુધીની વાળ સંબંધિત અનેક સમસ્યાઓમાં વધારો કરે છે. આ તકે તેને કેવી રીતે દૂર કરવું તેના વિશે વિગતવાર જાણીએ.

ડેન્ડ્રફના કારણો

વાળને ઓછા ધોવાથી, માથાની ચામડી પર ગંદકી જામવી, શરીરમાં ખંજવાળની વધુ માત્રા આવવાથી વાળમાં ડેન્ડ્રફની સમસ્યા થવા લાગે છે.

લીમડાના પાનનો ઉપયોગ કરો

ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરવા માટે લીમડાના પાનનો ઉપયોગ કરો. તેનો ઉપયોગ કરવા માટે પાણીના વાસણમાં લીમડાના પાન નાંખો અને પાણીનો રંગ બદલાયા બાદ તેને સૂતા પહેલા વાળમાં લગાવો.

લીંબુનો રસ લગાવો

લીંબુનો રસ વાળમાં લગાવવાથી ડેન્ડ્રફ દૂર થશે. આ માટે નારિયેળના તેલમાં લીંબુનો રસ મિક્સ કરીને તેનાથી વાળમાં મસાજ કરો. 1-2 કલાક પછી વાળ ધોઈ લો.

You may also like

માથામાં ડેન્ડ્રફથી છુટકારો મેળવવો હોય, તો આ ઘરેલું ઉપાય અજમાવો

ડેન્ડ્રફથી છુટકારો મેળવવા ટી ટ્રી ઓઈલનો ઉપયોગ કેવી રીતે કરવો

એલોવેરાનો ઉપયોગ કરો

ત્વચાને સ્વસ્થ રાખવાની સાથે એલોવેરા વાળમાંથી ડેન્ડ્રફને દૂર કરવામાં મદદ કરે છે. તમને જણાવી દઈએ કે એલોવેરામાં હાજર એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ ગુણો ડેન્ડ્રફને દૂર કરે છે. આ માટે વાળના માથા પર જેલ લગાવો અને 20 મિનિટ પછી વાળ ધોઈ લો.

નાળિયેરનું તેલ લગાવો

નાળિયેરના તેલમાં કપૂર નાખીને લગાવવાથી વાળમાં ખોડો દૂર થાય છે. તેનો ઉપયોગ કરવા માટે સૌપ્રથમ તેલને નવશેકુ ગરમ ​​કરીને તેમાં કપૂર નાખો અને તેને 30 મિનિટ સુધી વાળમાં લગાવો અને પછી વાળને શેમ્પૂથી ધોઈ લો.

વાંચતા રહો

શિયાળામાં ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે આ તમામ ઘરગથ્થું ઉપચારોનો ઉપયોગ કરો અને સ્વાસ્થ્ય સંબંધિત અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઘરમાં ઉધઈથી છુટકારો મેળવવા માટે આ ઘરેલું ઉપાય અજમાવો