કાર્ડબોર્ડમાં સેલ્યુલોઝ હોય છે અને તે ઉધઈનો ખોરાક છે. ઘરના ખૂણામાં જ્યાં ઉધઈ હોય ત્યાં કાર્ડબોર્ડને ભીનું કરીને રાખો. આ કાર્ડબોર્ડ ઉધઈને આકર્ષિત કરશે. ઉધઈ કાર્ડબોર્ડ પર ભેગા થશે. હવે આ કાર્ડબોર્ડ ઉપાડો અને ફેંકી દો.
લીમડાનું તેલ ઉધઈને મારી નાખે છે. જ્યાં ઉધઈ હોય ત્યાં રૂની મદદથી લીમડાનું તેલ લગાવો. થોડા દિવસોમાં ઉધઈ મરી જશે. લીમડાના તેલને બદલે તમે લીમડાના પાનના રસનો પણ ઉપયોગ કરી શકો છો.
અડધા કપ વિનેગરમાં બે લીંબુનો રસ મિક્સ કરો. હવે આ દ્રાવણને સ્પ્રે બોટલમાં ભરીને ઉધઈ હોય ત્યા છાંટો. ઉધઈ અદૃશ્ય થઈ જશે.
એક કપ પાણી ગરમ કરો અને તેમાં એક કપ મીઠું નાખીને આ સોલ્યુશનને સિરીંજમાં ઇન્જેક્ટ કરો અને તેને ઉધઈ હોય તે જગ્યા પર રાખો. ઉધઈ અદૃશ્ય થઈ જશે.
ઉધઈથી છુટકારો મેળવવા માટે સૌથી સહેલો રસ્તો એ છે કે ઉધઈ લાગેલી હોય તે વસ્તુને તડકામાં રાખવી. 4 કલાક તડકામાં રાખવાથી ઉધઈ દૂર થાય છે.
જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.