ઘણાં લોકોને પેટમાં ગેસ ફસાઇ જાય છે, જેના કારણે દુખાવો અને બેચેની થવા લાગે છે. પેટમાં ગેસની સમસ્યા થવા પર આ સરળ ઉપાય દ્વારા આરામ મેળવો.
પોષકતત્ત્વોથી ભરપૂર જીરું પેટને લગતી સમસ્યા દૂર કરી શકે છે. પેટમાં ગેસ ફસાવો અથવા દુખાવો થવા પર જીરાનું પાણી પીવાથી રાહત મળે છે.
ખોરાકને સારી રીતે ચાવીને અને ધીરે ધીરે ખાવો જોઇએ. ઝડપથી ખાવાથી હવા પણ પેટમાં જાય છે, જેનાથી ગેસ બનવાની શક્યતા રહે છે.
પેટમાં ગેસ ફસાઇ જવા પર મલાસન કરવાથી તમને રાહત મળી શકે છે. થોડો સમય મલાસન કરવાથી પેટમમાં ફસાયોલ ગેસ બહાર નીકળી જાય છે.
ખાવાનું ખાધા બાદ થોડો સમય વોક કરવાથી પાચનમાં મદદ મળે છે. ખાવાનું ખાધા બાદ તરત ઊંઘવું અથવા દોડવાથી બચવું જોઇએ.
કેટલા ફૂડ્સ પેટમાં ગેસની સમસ્યા વધારી શકે છે. કોફી, દારૂ, ફ્રાઇડ અને મસાલેદાર ફૂડનું સેવન કરવાથી આ સમસ્યા વધી શકે છે.
નિયમિત કસરત કરવાથી તમારું પાચનતંત્ર સ્વસ્થ રહે છે. ગેસની સમસ્યામાં યોગ અથવા કસરત કરવાથી તમને રાહત મળી શકે છે.