ઠંડીમા તાવ આવવો ખૂબ જ સામાન્ય વાત છે ત્યારે નાક બંધ થાય ત્યારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે બંધ નાકને ખોલવા માંગો છો તો કેટલાક ઉપાયો અપનાવી શકો છો.
બંધ નાકને ખોલવા માટે તમે સરસોના તેલને ગરમ કરીને તેના ટીપાં નાકમા નાખી શકો છો. તેનાથી ઠંડીમા બંધ પડેલુ નાક ખૂલી જાય છે.
બંધ નાકને ખોલવા માટે ગરમ પાણી કરીને તેના નાસ લો. તે માટે તમે એક વાસણમા પાણીને ગરમ કરો અને પાણીમા વિક્સ નાખીને તેના નાસ લો.
આદુ વાળી ચાનુ સેવન કરવાથી બંધ નાક ખૂલી શકે છે, આદુમા એંટી બેક્ટેરિયલ અને એંટી ફંગલ ગુણો નાકને ખોલવામા મદદ કરે છે.
તવા પર એક સોફ્ટ કપડાને ગરમ કરીને તેનો શેક લો. નાક પર શેક લેવાથી બંધ નાકને ખોલવા માટે મદદ મળે છે.
મધમા કાલી મિર્ચનો પાઉડર ઉમેરીને તેના સેવન કરવાથી બંધ નાકને ખોલવા માટે મદદ મળે છે. કાલી મિર્ચ એલર્જીની સમસ્યાને દૂર કરી શકાય છે.
લસણમા રહેલા એંટી બેક્ટેરિયલ ગુણ બંધ નાકને ખોલવામા મદદ કરે છે. આ ઉપરાંત લસણ ઠંડીમા શરીરને ગરમ રાખવામા મદદ કરે છે.