Back Pain: કમરના દુખાવામાં રાહત મેળવવા કરો આ 6 કામ


By Smith Taral12, Sep 2024 01:00 PMgujaratijagran.com

આજ કાલ કમરના દુખાવાની સમસ્યા મોટા ભાગના લોકોમાં જોવા મળે છે. બેઠાળું જીવન, કસરતનો અભાવ, ઓફિસ વર્ક માટે 8-9 કલાક સુધી બેસવું અને બીજા ઘણા કારણોસર કમરના દુખાવાની સમસ્યા ઊભી થતી હોય છે. આવો જાણીએ આમા રાહત મેળવવા માટેના કેટલાક ઉપાયો

પેઈન કિલર ન લેશો

ઘણા લોકો કમરનો દુખાવો થતાની સાથે જ પેઈન કિલર લઈ લેતા હોય છે જેની ઘણી આડઅસર થઈ શકે છે. ડોક્ટરની સલાહ વિના પેઈન કિલર ન લેવી જોઈએ

લસણનો ઉપયોગ

લસણમાં રહેલા ઔષધીય ગુણો કમરના દુખાવામાં રાહત આપે છે. આ માટે ખાલી પેટે લસણની બે ત્રણ કળીનું સેવન કરો. આ સિવાય તમે લસણના તેલની માલીશ પણ કરી શકો છો.

સિંધવ મીઠું

સિંધવ મીઠું પણ કમરના દુખાવામાં ઘણી રાહત આપી શકે છે. આ માટે સિંધવ મીઠાની જાડી પેસ્ટ બનાવી જ્યાં વધું દુખાવો થતો હોય ત્યાં લગાવો

આદું પણ છે ફાયદાકારક

આદુંમા રહેલા એન્ટી ઈન્ફ્લામેટરી ગુણો કમરના દુખાવામા રાહત આપવા માટે ફાયદાકારક છે. આ માટે આદુની પેસ્ટ બનાવી તેને દુખાવાની જગ્યા પર લગાવો, સુકાઈ ગયા પછી તેને સાદા પાણીથી ધોઈ લોં.

બરફનો ઉપયોગ

બરફની ઠંડક પણ દુખાવામાં આરામ આપવા માટે ફાયદાકારક છે. આ માટે બરફના ટુકડાઓને કોટનના બેગમાં લપેટીને તેને જ્યાં દુખાવો રહે છે ત્યા લગાવો આમ કરવાથી આરામ મળે છે.

તુલસીનો ઉપયોગ કરો

તુલસીના પાનમા રહેલા ઔષધીય ગુણો કમરના દુખાવામાં રાહત આપી શકે છે. આ માટે તુલસીના પાનને પાણીમાં ઉકાળો, પાણી અડધું રહી જાય પછી તેને ગાળી લઈ તેમાં મીઠું ઉમેરી હુંફાળુ ગરમ પીવો.

High BP: બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવા માટે, જીવનમાં આ આદત કેળવો