આજકાલની ખરાબ લાઈફસ્ટાઈલ અને અનહેલ્ધી ખાનપાન લીધે ધણા લોકો બ્લડ પ્રેશરની સમસ્યા રહેતી હોય છે. નાની ઉંમરના લોકોમાં પણ આ સમસ્યા વધું જોવા મળી રહી છે. આના નિવારણ માટે જીવનમા કેટલીક હેલ્ધી આદતોને સ્થાન આપવું જરૂરી છે.
હાઈ બીપીના કિસ્સામાં સ્ટ્રોક, હાર્ટ અટેક જેવી હ્રદય સંબધિત બિમારીઓનો સામનો કરવાનો થઈ શકે છે. આ માટે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવું ઘણું આવશ્યક છે.
ઓછીં ઊંઘ લેવાથી પણ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા સર્જાઈ શકે છે. આ માટે દિવસમાં તમે પૂરતી ઊંઘ લો છો કે નહીં તેની ખાતરી કરો. અપૂરતી ઊંઘ તમારા એકંદર સ્વાસ્થ્ય પર અસર કરે છે.
જે લોકોનું વજન વધારે હોય છે તેમને હાઈ બીપીની સમસ્યા રહેતી હોય છે. આ માટે વજન નિયંત્રણમા રાખવું જરૂરી છે. વજન ઓછું કરવા માટે તમે કસરત અને હેલ્ધી ડાયેટની મદદ લઈ શકો છો.
તમારા ડાયેટમાં લીલા શાકભાજી, ઓછા ફેટવાળી ડેરી પ્રોડક્ટસ અને પોટીશિયમયુક્ત ખોરાકનો સમાવેશ કરો.
તમારા ડાયેટમાં મીઠાનો ઉપયોગ ઓછો કરો, આ હાઈ બીપીની તકલીફ વધારી શકે છે.