ગુસ્સો જો વધુ આવ્યો તો તેના કારણે સ્ટ્રેસ પણ વધશે. સ્ટ્રેસના કારણે હાઈપરટેન્શન અને હાર્ટને લગતી બીમારી પણ થઈ શકે છે.
University of Wisconsinના એક રિસર્ચ મુજબ જો ગુસ્સાવાળી સમસ્યાને મગજમાંથી થોડી સેકન્ડ માટે દૂર કરવામાં આવે તો મનુષ્યને સુકૂન મળે છે.
ગુસ્સાને ઝડપથી ખતમ કરવા માટે આ કવાયત કરશો તો તમને શાંત થવામાં મદદ મળી શકે છે.
આ ખરાબ મૂડને યોગ્ય કરે છે. આમ તો અનેક રીત છે પરંતુ સૌથી પહેલા આ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ.
જો ગુસ્સો આવે તેવી હરકત થઈ રહી છે તો પહેલા પોતાને શાંત રાખો અને મનમાં વારંવાર તે સીન યાદ કરો જે ચાલી રહ્યો છે. જે પછી અલગ અલગ રિએક્શન અંગે વિચારો.
કોઈ વાત કે વસ્તુને લઈને જો તમે વધુ ગુસ્સે થાવ છો તો 5 મિનિટનું વોક કે એવું કોઈ કામ કરી લો જેનાથી તમે આરામ અનુભવી શકો. યોગ પણ કરી શકાય છે.
તમારી અંદરના ગુસ્સાને બહાર કાઢવા માટે જોર જોરથી ગીત ગાવ કે નાચવા લાગો. એવું કંઈક કરો કે જેનાથી માનસિક કે શારીરિક રીતે તે સ્થિતિમાંથી બહાર નીકળી શકાય.
પોતાની સમસ્યાઓને જાણવાનો પ્રયાસ કરો કે સૌથી વધુ ગુસ્સો કઈ વાતને લઈને આવે છે. જો તમને સમજાતું નથી તો તમારા મિત્રો કે સંબંધીઓ સાથે વાત કરો.
આ વાંચવામાં થોડું અજુગતું લાગે પણ આ સાચું છે. પોતાને ચીંટિયો ભરો તો બની શકે છે કે માનસિક તણાવ ઓછો થઈ શકે છે.