શિયાળાની ઋતુ તમારા આહારનું વિશેષ ધ્યાન નહીં રાખવાથી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તમે સ્ટાર ફ્રૂટને તમારા આહારમાં સમાવેશ કરીને ઘણા ફાયદા મેળવી શકો છો.
આ ફળ વિટામિન-બી6, ફાઈબર, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર છે.
શિયાળામાં સ્ટાર ફ્રુટનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી રાહત મળે છે.
શિયાળાની ઋતુમાં સ્ટાર ફ્રુટનું સેવન અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ શ્વાસ સંબંધી સમસ્યાઓ ઘટાડે છે.
સ્ટાર ફ્રૂટ વિટામિન સીથી ભરપૂર હોય છે. આ ફળ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે.
શિયાળામાં લોકોને ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી તમે સ્ટાર ફળ ખાવાથી ત્વચાને સ્વસ્થ રાખી શકશો.
આ ફળને સારી રીતે ધોઈ પછી સ્ટાર ફ્રુટને નાની સ્લાઈસમાં કાપીને તેની ઉપર કાળું મીઠું છાંટીને સર્વ કરો.
શિયાળામાં ફિટ અને હેલ્ધી રહેવા માટે તમે ફ્રૂટ સલાડ સાથે સ્ટાર ફ્રૂટનું સેવન કરી શકો છો.
જો તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હોય, તો ખાતા પહેલા ડૉક્ટરની સલાહ લો.
સ્વાસ્થ્ય સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.