શિયાળામાં આદુ, મધ અને તુલસીની ચા પીવાથી શું થાય છે? જાણો


By Vanraj Dabhi03, Jan 2025 12:50 PMgujaratijagran.com

આદુ-મધ-તુલસીની ચા

શિયાળામાં ગરમ વસ્તુઓનું સેવન કરવું જરૂરી છે, જેથી આપણા શરીર પર ઠંડીની અસર ઓછી થાય અને ચેપી રોગો આપણને પરેશાન ન કરે. તમે આદુ, તુલસી અને મધમાંથી બનેલી ચા પીવો.

રોગપ્રતિકારક શક્તિ વધારે

તુલસી, આદુ અને મધ, આ ત્રણેયમાં એન્ટિઓક્સિડન્ટ, એન્ટિફંગલ, એન્ટિવાયરલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદરૂપ છે.

શરદી અને ઉધરસ થી રાહત

આદુ, તુલસી અને મધમાંથી બનેલી ચા પીવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે. શિયાળામાં આને પીવાથી તમે વાયરલ રોગોથી પણ બચી શકો છો.

ગળામાં ઇન્ફેક્શન

શિયાળામાં ગળામાં ઇન્ફેક્શનના કારણે ગળામાં દુખાવો થાય છે. તેનાથી રાહત મેળવવા માટે તમે મધ, આદુ અને તુલસીથી બનેલી ચા પી શકો છો.

શરીરને ડિટોક્સ રાખે

આદુ, તુલસી અને મધની ચા પીવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. આ શરીરને ડિટોક્સ કરે છે અને લોહીને પણ શુદ્ધ કરે છે.

ગેસથી છુટકારો મેળવો

આદુ, તુલસી અને મધની ચા પીવાથી પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે. ખાસ કરીને ગેસથી રાહત આપે છે.

ત્વચાને ચમકદાર બનાવે

આદુ, તુલસી અને મધમાં રહેલા ગુણો ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ વૃદ્ધત્વની સમસ્યાને પણ દૂર કરે છે.

આવી રીતે ચા બનાવો

સૌ પ્રથમ 1 ગ્લાસ પાણી ગરમ કરી તેમાં આદુ અને તુલસી નાખીને ધીમી આંચ પર ઉકાળો અને પછી તેને ગાળીને તેમાં મધ ઉમેરીને ચાની જેમ પીવો.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

હાડકાને મજબૂત કરવા માંગો છો ? શિયાળામાં ખાવ અળસીના લાડુ