આદુ સ્વાસ્થ્ય માટે લાભકારી છે. કબજીયાતની સમસ્યામાં તમે એનું સેવન કરી શકો છો. ગુજરાતી જાગરણ જણાવશે કેવી રીતે તેનું સેવન કરવું.
વિટામીન સી, મેગ્નીશિયમ, કેલ્શિયમ, વિટામિન એ, કાર્બોહાઈડ્રે્ટ્સ.
કબજીયાતમાં આદુના પાણીનું સેવન કરી શકો છો. આ માટે હુફાળા પાણીમાં આદુના ટુકડા અને છીણ નાખો. હવે તેને ગાળીને પી લો. ઘણી રાહત મળશે.
કબજીયાતની સમસ્યામાં સવારે ખાલી પેટે હુફાળા પાણી સાથે તમે આદુનું સેવન કરી શકો છો. પેટ સાફ થશે અને અપચાની સમસ્યા હલ થશે.
આદુનું ચૂર્ણ, કબજીયાત, અપચા સાથે મોર્નિંગ સિકનેસમાં રાહત આપે છે.
આદુ અને સિંધવ મીઠુંનું મિશ્રણ કબજીયાતની સમસ્યામાં રાહત આપે છે. આદુના ટુકડાને ગેસ પર ગરમ કરો. હવે તેમાં નમક મિક્સ કરી ધીમે ધીમે ખાઓ.