ઘણા લોકો વજન ઓછું હોવાને લીધે ઘણી તકલીફ અને શરમનો પણ અનુભવ કરતા હોય છે. સારા સ્વાસ્થ્ય માટે શરીરનું વજન પ્રમાણસર હોવું પણ જરૂરી છે. જો તમે પણ વજન ઘટાડવાને લઈને ચિંતિત હોવ તો રીતે મધ અને ખજૂરનું સેવન કરી શકો છો.
મધ અને ખજૂરને સાથે ખાવાથી ઘણા વિટામીન્સ મેળવી શકાય છે. આમાં નેચરલ સુગર રહેલું હોય છે જે વજન વધારવામાં મદદ કરે છે.
મધ અને ખજૂરને સવારમાં સેવન કરવું લાભદાયક છે, અને બપોરના સમયે પણ તેને ખાવાથી તેનો વધુ લાભ મેળવી શકાય છે. આ સમયમાં ખજૂર અને મધ ખવાંથી દિવસભર ઊર્જાવાન રહેવાય છે.
સ્મૂધી પણ વજન વધારવા માટે એક હેલ્ધી ડ્રીંક છે , આમાં જો તમે ખજૂર અને ઘી ઉમેરીને ખાવો છો તો શરીરમાં કેલરી વધે છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
બ્રેકફાસ્ટમાં તમે ઓટમીલ અને દહીંમાં ખજુર અને મધ ઉમેરીને ખાઈ શકો છો. આ પોષકતત્વોથી ભરપૂર નાસ્તો તમને વજન વધારવામાં પણ મદદ કરે છે