ચોમાસામાં ઓઇલી સ્કાલ્પ અને વાળની આ રીતે સંભાળ રાખો


By Smith Taral28, Jul 2024 01:43 PMgujaratijagran.com

વરસાદની ઋતુમાં વાતાવરણ ભેજવાળું રહેવાથી તેની અસર ત્વચા પર દેખાય છે.. આ સમયમાં વાળ પણ ઓઈલી અને ચિપચિપા રહે છે જે વાળમાં ઇરીટેશનની સમસ્યા ઊભી કરે છે. ચોમાસામાં વાળની સંભાળ રાખવા આ ટિપ્સને ફોલો કરો

સ્કાલ્પ સાફ રાખો

ચોમાસામાં વાળને તંદુરસ્ત રાખવા સ્કાલને સાફ રાખવું જરૂરી છે, આ માટે તમે દહીં અથવા સારી ક્વોલિટીના શેમ્પૂનો ઉપયોગ કરી શકો છો.

એલોવેરા

એલોવેરા ત્વચા માટે ખૂબ જ ગુણકારી છે, આને માથાના સ્કલપમાં લગાવવાથી ત્વચાની ચીકાશ દૂર થાય છે અને વાળ પણ સુંવાળા રહે છે.

વાળ વધારે ન ધોવા

ચોમાસામાં વાળને વધુ વખત ધોવાથી તે ખરાબ થાય છે અને તૂટવાની સંભાવના પણ રહે છે

વાળને વારંવાર સ્પર્શ કરશો નહીં

વારંવાર તમારા વાળને અડવાથી તે ખરાબ થાય છે અને ઓઈલી રહે છે

ક્વોલિટી પ્રોડક્ટ

ઓઈલી વાળની સંભાળ માટે સારી ક્વોલિટીના પ્રોડક્ટનો ઉપયોગ કરો. ચોમાસાની ઋતુ અનુસાર તમારા માથાની ચામડી માટે યોગ્ય શેમ્પૂ અને કન્ડિશનર પસંદ કરો

આરોગ્યપ્રદ ખોરાક

ચોમાસામાં ત્વચામાં ઇન્ફેક્શન થવાના ચાન્સ વધુ રહે છે, માટે આ સમયમાં આરોગ્યપ્રદ ખોરાક ખાવો જરૂરી છે જેથી વાળને પૂરતા પ્રમાણમાં વિટામિન અને પોષકતત્ત્વો મળી રહે.

આ રીતે તેલ લગાવો

નારિયેળ તેલને વાળ માટે સૌથી સારું માનવામાં આવે છે, આને ગરમ કરીને વાળના સ્કલપમાં ધીમે ધીમે મસાજ કરો અને પછી અડધાથી 1 કલાક પછી વાળ ધોઈ લો.

દૂધીથી બનાવો આ ટેસ્ટી અને હેલ્ધી ડીશ