આમળાની આ પોષણયુક્ત રેસીપીઓ વિશે જાણી લો, ડાયાબિટીઝ માટે છે ખૂબ ફાયદાકારક


By Smith Taral24, Aug 2024 02:06 PMgujaratijagran.com

આમળા તેના ઔષધીય ગુણો માટે જાણીતા છે, ખાસ કરીને ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં આ સ્વાદીષ્ટ અને પોષણયુક્ત રેસીપીઓ તમારી રોજિંદી ડાયેટમાં સરળતાથી સામેલ કરી શકાય છે, અને તે સ્વાદ અને આરોગ્ય બંનેને જાળવી રાખે છે.

લીલા આમળાનો રસ

સવારની શરૂઆત લીલા આમળાના રસથી કરો આનાથી ફક્ત તાજગી જ નહીં, પણ આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. આમળા, આદુ અને કાળું મીઠું સાથે બનાવેલો આ રસ તમારા લોહીમાં સુગરના સ્તરને કુદરતી રીતે ઘટાડે છે.

આમળાનો રસ પીવાના ફાયદા

આ રસમાં રહેલા પોષક તત્વો જેવા કે વિટામિન C અને એન્ટી ઇન્ફ્લામેટરી શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.

અલ્મા પાવડર

આ પાવડર ગરમ પાણી સાથે પીવાથી લોહીમાં સૂગરનું સ્તરને ઝડપથી નીચે આવે છે. આ પાવડર, પોતાની ખાસ ઔષધીય ગુણો અને ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

આમળા ચટણી

આમળાની ચટણી એક સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક વિકલ્પ છે. આ ચટણી તાજા આમળા, આદુ અને લસણથી બનેલી આ ચટણી તમારા પાચનતંત્રને મજબૂત બનાવે છે.

આમળા ચટણી ખાવાના ફાયદા

સરસવનું તેલ અને કાળું મીઠું ઉમેરીને તમે તેની સ્વાદ વધારી શકો છો. આ ચટણીને તમારા ભોજન સાથે લઇને તમે તમારા લોહીમાં ઇન્સ્યુલિનના સ્તરને જાળવી રાખી શકો છો.

Weight Loss Drinks: આ ચાર હેલ્ધી ડ્રીન્ક તમને વજન ઘટાડવામાં મદદ કરશે, રોજ સવારે પીવો