આજકાલના ફાસ્ટ ફૂડ અને ખરાબ લાઈફસ્ટાઈલના લીધે લોકો, પેટની ચરબી અને વધતા વજનનો સામનો કરી રહ્યાં છે. જો તમે વજન ઘટાડવાનો ઉપાય શોધી રહ્યા છો, તો આ ચાર પ્રકારના પાણી તમારી આમા મદદ કરી શકે છે. આવો જાણીએ વધુમાં
લવિંગનું પાણી એવા લોકો માટે એક ઉપયોગી દવા સમાન છે જે તેમનું મેટાબોલિઝ્મ સારું કરવા માંગે છે. લવિંગ પાણી પીવાથી ભૂખને કાબૂમાં રહે છે અને ચરબીની વધતા અટકાવે છે.
3-4 લવિંગને એક ગ્લાસ પાણીમાં આખી રાત માટે પલાળી દો. સવારે તેને થોડું ઉકાળો અને નાશ્તા પહેલાં આ પીવાની આદત કેળવો
આદુનું પાણી તમારી પાચનશક્તિને સુધારે છે. તેમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ તથા બળતરા વિરોધી ગુણો વજન ઘટાડવામાં મદદરૂપ છે.
આદુના ટુકડા 1 ગ્લાસ પાણીમાં રાત્રે પલાળી દો. સવારે 5 મિનિટ સુધી ઉકાળો અને આ પાણી પીઓ, આદુની ગરમાશ તમારી ચરબી ઘટાડવામાં મદદ કરશે.
મેથીનું પાણી તમારા શરીરને એક્ટિવ રાખવામા મદદ કરે છે. ફાઇબરથી ભરપૂર મેથી મેટાબોલિઝમને વધારીને ચરબી ઘટાડવામાં મદદ કરે છે.
1 ચમચી મેથીના દાણાને 1 ગ્લાસ પાણીમાં રાત્રે પલાળવા દો. સવારે આ પાણીને ઉકાળીને નાશ્તા પહેલાં પી લો.
ચિયા બીજનું પાણી તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને તમારી ભૂખ શાંત કરે છે. તેમાં રહેલ ફાઇબર ભૂખને સંતોષી વજન ઘટાડવામાં મદદરૂપ બને છે.
1 ચમચી ચિયા બીજને 1 ગ્લાસ પાણીમાં પલાળી રાખો અને 1 કલાક પછી આ પાણી પી લો. ટૂંક સમયમાં તમારી ભૂખ ઓછી થશે અને તમારી પેટની ચરબીને વધતા અટકાવી શકશો