નારિયેળને બે ટૂકડામાં તોડીને તેને ગેસ પર ઊંધુ મૂકીને ગરમ કરો. જે બાદ ઠંડા પાણીમાં નાંખો અને પછી ચમચીની મદદથી હળવેથી કોતરવાથી નારિયેર સરળતાથી કાચલીથી દૂર થઈ જશે.
નારિયેળને છઓલ્યા બાદ તેને 10 મિનિટ સુધી ગરમ પાણીમાં નાંખો. જે બાદ ઠંડા પાણીમાં નાંખો. આમ કરવાથી નારિયેળ સરળતાથી કાચલીથી દૂર થઈ જશે.
એક નારિયેળને ગરમ પાણીમાં 10 મિનિટ સુધી પલાળીને રાખો. જે બાદ 15 મિનિટ સુધી તડકામાં સૂકવો. હવે નારિયેળ સરળતાથી નીકળી જશે.
આ માટે સૌ પ્રથમ નારિયેળને ઉપરથી સાફ કરી નાંખો. જે બાદ ઓવનને 40 ડિગ્રી પર પ્રીહીટ કરી લો. જે બાદ નારિયેળ આરામથી કાચલીથી દૂર થઈ જશે.
નારિયેળને રાત માટે ફ્રીજરમાં રાખી દો. જ્યારે નારિયેળ જામી જાય તો તેના પર હળવા હાથે હથોડી મારો. આમ કરવાથી તમારું નારિયેળ સરળતાથી તૂટી જશે.
ચાકુની મદદથી નારિયેળની છાલ ઉતારી લો. જેથી તમે સરળતાથી કાચલી અને નારિયેળને અલગ કરી શકશો.