લસણનો સ્વાદ સારો હોય છે પરંતુ તેને ફોલીને કાઢવામાં ઘણી તકલીફ પડે છે. ખાસ કરીને લસણની નાની કળીને ફોલવામાં કંટાળો આવે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને કોઈપણ સમસ્યા વિના સરળતાથી લસણ ફોલવા માટેની કેટલીક ટિપ્સ જણાવીશું. જેની મદદથી તમે લસણને ઝડપથી ફોલી શકો છો.
લસણને સરળતાથી ફોલવા માટે પહેલા તેના ઉપરના ભાગને કાપો અને પછી ફોતરી કાઢવાનું શરૂ કરો. આ ફોલવામાં ખૂબ સરળ રહેશે.
તમે પાણીની મદદથી પણ લસણને ફોલી શકો છો. આ માટે એક બાઉલમાં પાણી લો. તેમાં લસણને પલાળો અને 1 કલાક પછી લસણને પાણીમાંથી કાઢીને દબાવો અને તેની છાલ જાતે જ અલગ થઈ જશે. આ સાથે તમારે સખત છાલ ઉતારવાની જરૂર નહીં પડે.
જો તમારે વધારે માત્રામાં લસણ ફોલવું હોય તો આ ટ્રિક તમારા માટે ઉપયોગી થઈ શકે છે. લસણની કળીને બહાર કાઢીને 30 સેકન્ડ માટે માઇક્રોવેવમાં મૂકો. જ્યારે ફોતરી થોડી શેકાઈ જાય ત્યારે લસણને કાઢી લો. જો તમારી પાસે માઇક્રોવેવ ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તેના બદલે તમે તવા કે કડાઈનો પણ ઉપયોગ કરી શકો છો.
આ પદ્ધતિ પણ ખૂબ જ સરળ છે તમારે ફક્ત એક બોક્સ લેવાનું છે તેમાં લસણ નાખી ઢાંકણ બંધ કરીને તેને જોરથી હલાવો, આમ કરવાથી ઘણી બધી છાલ નીકળી જાય છે અને ઢીલી પણ થઈ જાય છે.
જો તમને લસણની છાલ ઉતારતી વખતે તમારી આંગળીઓ પર ચીકણું લાગે છે તો તમે તેને થોડું તેલ લગાવીને છોલી શકો છો. આ બધી રીતોનો ઉપયોગ કરી શકો છો, તે ચોક્કસપણે તમારું કાર્ય સરળ બનાવશે.