ચા ગાળવાની લોખંડની ગરણીને સારી રીતે રાખવામાં ન આવે તો તે કાળી થઈ જાય છે. જો તમારી ગરણી ગંદી થઈ ગઈ છે તો કેટલીક સરળ ટિપ્સની મદદથી તમે તેને ફરીથી નવાની જેમ ચમકાવી શકો છો. ચાલો જાણીએ.
આ ઉપાય માટે તમારે ચા બાનાવવાની ગરણી પર ટૂથપેસ્ટ લગાવવી પડશે અને તેને 10 મિનિટ પછી ગરમ પાણી અને ટૂથબ્રશની મદદથી ઘસો. બધા ડાઘા દૂર થઈ જશે.
આ માટે ચા ગાળવાની ગરણીને ગરમ પાણીમાં પલાળીને પછી તેને બ્રશ અને ડીશ સોપની મદદથી સાફ કરો.
સૌપ્રથમ તેને પાણી અને બ્રશથી સાફ કરો. આ પછી ડિટર્જન્ટનું દ્રાવણ બનાવો અને તેને ઘસીને ગરણીને સાફ કરો. બધી ગંદકી દૂર થશે.
તમારી ચા ગાળવાની ગરણી પર ઘરમાં રાખેલ લિક્વિડ સોપ લગાવીને 10 મિનિટ પછી તેને બ્રશની મદદથી ઘસીને સાફ કરો. ગરણી નવાની જેમ ચમકશે.
બેકિંગ સોડા અને ગરમ પાણીનું દ્રાવણ બનાવીને ગરણી પર લગાવો અને 10 મિનિટ પછી તેને સ્ક્રબરની મદદથી ઘસીને સાફ કરો.
જો તમારી ગરણીમાં ખૂબ જ હઠીલા અને ચીકણા ડાઘ છે તો તમે તેને સાફ કરવા માટે બ્લીચની મદદ લઈ શકો છો. તેનો ઉપયોગ ખૂબ જ કાળજીપૂર્વક કરો.
વિનેગર અને પાણીનું દ્રાવણ બનાવો અને તેમાં ગરણીને 30 મિનિટ સુધી પલાળી રાખો અને પછી તેના પર લીંબુ ઘસો. આનાથી બધા ડાઘા સરળતાથી દૂર થઈ જશે.
તમે આ હેક્સની મદદથી ગંદી ચા ગાળવાની ગરણીને પણ સાફ કરી શકો છો,આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.