કપડાને સાફ કરવા ઘણા લોકો વોશિંગ મશિનનો ઉપયોગ કરે છે પરંતુ કેટલાક કપડા એવા હોય છે જે મશિનમાં ધોવાથી બગડી જાય છે.
આવી સ્થિતિમાં મોટાભાગે લોકો કપડાને ડ્રાય ક્લિન કરવાનું પસંદ કરતા હોય છે, પરંતુ ડ્રાય ક્લિન કરવામાં ઘણા પૈસા ખરચવા પડે છે.
જો તમને બજારમાં ડ્રાય ક્લિન કરાવવું મોંધુ પડે છે, તો આ કેટલીક સરળ રીત અપનાવીને તમે કપડાને ઘરે જ ડ્રાય ક્લિન કરી શકો છો.
ડ્રાય ક્લિન કરવાથી કપડા સુરક્ષિત રહેવાની સાથે અકદમ નવા જેવા ક્લિન પણ થઈ જાય છે.
આવો જાણીએ ઘરે ડ્રાય ક્લિનિંગ કરવાની કેચલીક સરળ ટિપ્સ અને ટ્રિક્સ વિશે.
બધા કપડાને ઘર પર ડ્રાય ક્લિન નથી કરી શકાતા એટલા માટે કપડા સિલેક્ટ કરો પછી ડ્રાય ક્લિન કરો.
કપડાને ઘરે ડ્રાય ક્લિન કરવા માટે સૌથી પહેલા તેને ઠંડા પાણીમાં પલાળી દો, હવે અડધા કલાક પછી પાણીમાં ડિટર્જન્ટ અથવા શેમ્પૂ મિક્સ કરીને કપડા નાખો.
થોડી વાર પછી કપડાને બહાર કાઢીને ડાઘ વાળી જગ્યાને હાથ વડે ઘસીને સાફ કરો, પછી સ્વચ્છ પાણીથી ધોઈને હવામાં સૂકવી દો, ધ્યાન રાખો કે ડ્રાય ક્લિનિંગ કરતી વખતે ગરમ પાણી કે નોરમલ ડિટર્જન્ટનો ઉપયોગ ન કરો અને કપડાને ડ્રાયરમાં સુકવવાને બદલે નેચરલી સૂકવો.
સિલ્ક સાડી,બ્લેઝર અને સ્વેટર પર લાગેલા ડાઘ દૂર કરવા તમે મીઠાના સ્ક્રબરનો ઉપયોગ કરી શકો છો.