સ્વાસ્થ્ય જાળવવા માટે સાફ-સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે.
ખાનગી સ્વચ્છતાની સાથે આસપાસની સફાઈનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.
ઘરની સફાઈની સાથે સાથે વોશરૂમની સફાઈ કરવી પણ ખૂબ જ જરૂરી છે, જો વોશરૂમ સાફ નહીં હોય તો તે ઘણી બીમારીઓનું કારણ બની શકે છે.
ઘણા લોકો આ વાતથી પરેશાન રહેતા હોય છે કે વારંવાર ટોયલેટની સફાઈ કરવા છતાં તેમના વોશરૂમમાં કાળા ડાઘ દૂર થતા નથી.
આવી સ્થિતિમાં કેટલાક ઘરેલું ઉપાયની મદદથી તમે વોશરૂમની સફાઈ કરી શકો છો.
વિનેગર એક શ્રેષ્ઠ ક્લિનિંગ ઉપાય છે જે ટોયલેટની સીટના ડાઘને ઝડપથી સાફ કરવામાં મદદ કરે છે.
ટોયલેટ સાફ કરવા માટે તમે ટૂથપેસ્ટમાં બેકિંગ સોડા મિક્સ કરીને ઉપયોગ કરી શકો છો, આ મિશ્રણને ડાઘ વાળી જગ્યા પર લગાવીને બ્રશ વડે ઘસીને સાફ કરો.
બેકિંગ સોડાને પણ એકદમ ક્લિન સફાઈ કરવા માટે ઉપયોગમાં લેવાય છે, ટોયલેટની સફાઈ કરવા માટે પાણીમાં થોડો ખાવાનો સોડા નાખી પેસ્ટ બનાવો અને પછી તેનાથી ટોયલેટ સાફ કરો.