ત્વચાની સારસંભાળ રાખવા માટે ફેશિયલનો સમાવેશ થાય છે. ઘણીવાર મહિલાઓ ચહેરા પરની ચમક જાળવી રાખવા માટે ફેશિયલ કરતી હોય છે. જેના માટે પાર્લર જવું પડતું હોય છે, જુઓ અમે તમને જણાવીએ છીએ રસોડામાં રહેલ કેટલીક વસ્તુઓથી તમે ફેશિયલ કરી શકો છો. ચાલો જણીએ તે વસ્તુઓ વિશે જેનાથી તમે ફેશિયલ કરી શકો છો. સાથે જ ફેશિયલ કરવાના શું ફાયદા થાય છે.
દાડમમાંથી બનેલા ફેસ પેકના ઉપયોગથી ચહેરા પર ચમક આવે છે, તેવી જ રીતે જો તમે દાડમથી ફેશિયલ કરશો તો તમારી ત્વચામાં ચમક આવશે.
ગ્લોઈંગ ફેશિયલ માટે ચણાના લોટનો ઉપયોગ કરો. ચણાનો લોટ ત્વચાને એકસ્ફોલિયેટ કરે છે અને ત્વચા પરના ડાઘ અને ફોલ્લીઓને પણ હળવા કરે છે.
કોફીનો ઉપયોગ પીવાની સાથે ત્વચા પર પણ કરી શકાય છે. તમે કોફી વડે પણ ફેશિયલ કરી શકો છો. કોફી ફેસ પેકથી લઈને સ્ક્રબ સુધી ઉપયોગમાં આવે છે.
એલોવેરા જેલ ત્વચાને લગતી કોઈપણ સમસ્યા માટે રામબાણ ઈલાજ છે. એલોવેરા જેલ વડે ફેશિયલ પણ કરી શકાય છે.
સ્વસ્થ ત્વચા માટે તમારે ફેશિયલ કરાવવું જોઈએ, ફેશિયલથી ત્વચાને ડિટોક્સિફાય કરે છે.
ચહેરા પર ખાસ કરીને નાક અને ગાલ પર બ્લેકહેડ્સ થાય છે. તે બિલકુલ સારૂ નથી લાગતું. તેઓ ફેશિયલ દરમિયાન દૂર કરવામાં આવે છે.
ત્વચાને ગ્લોઈંગ રાખ માટે તેની ફેશિયલ ટ્રીટમેન્ટ એકદમ મસ્ત છે, ફેશિયલથી ત્વચા પરનું સૌંદર્ય દેખાય આવે છે.