શરીરને સ્વસ્થ રાખવા માટે પૂરતી ઊંઘ જરૂરી છે. ઊંઘ ન આવવાને કારણે વ્યક્તિને શરીર સંબંધીત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
ઘણી વખત વ્યક્તિને રાત્રે મનમાં અનેક પ્રકારના વિચારો આવવાથી ઊંઘ આવતી નથી. જેના કારણે તેને બેચેની અનુભવાય છે.
રાત્રિના સમયે ચિંતા રહેવાથી સૂતા સમયે બેચેની અનુભવાય છે. સમયસર ઊંઘ ન લેવાથી તણાવ વધે છે અને ઊંઘનું ચક્ર પણ બગડે છે.
ઘણી વખત રાત્રે સૂવાના સમયે દિવસભરની સમસ્યાઓ યાદ આવવાથી ઉંઘ આવતી નથી જેના કારણે તણાવ વધે છે અને ઊંઘ આવતી નથી.
રાત્રિ સમયે ચિંતાને દુર કરવા માટે કેટલીક ટિપ્સનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. આજે આવી જ કેટલીક ટિપ્સ વિશે તમને જણાવીશું.
સૂતા પહેલા ફોનનો ઉપયોગ કરવાથી મનને આરામ નથી મળતો અને ઊંઘમાં અડચણ આવે છે.
ઘણા લોકો રૂમ સાફ ન રાખવાના કારણે ઊંઘની સમસ્યા પણ થાય છે. આવી સ્થિતિમાં રૂમને વ્યવસ્થિત રાખવું જરૂરી છે.
રાત્રે સૂતા પહેલા થોડો સમય ડાયરીમાં લખવાથી મનમાં આવતા વિચારો શાંત થાય છે અને સારી ઊંઘ સારી આવે છે.
માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.