ગળામાં કાકડા થાય તો આ ઉપાય કરવાથી તુરંત રાહત મળશે


By Bhavesh Chaudhary30, Aug 2024 05:24 PMgujaratijagran.com

ગળામાં કાકડા

ગળામાં કાકડા થવાથી લોકોને હંમેશા ગળામાં દુખાવો થાય છે. તો ચાલો જાણીએ કયા ઉપાય કરવાથી તુરંત રાહત મેળવી શકાય છે.

મીઠાના પાણીના કોગળા કરો

ગળામાં દુખાવો થાય તો ગરમ પાણીમાં બે ચમચી મીઠું નાખીને પાણીના કોગળા કરવાથી ગળામાં તુરંત રાહત મળે છે.

આદુ-મધનું સેવન

ગળાનો દુખાવો ઓછો કરવા માટે આદુ-મધનું સેવન કરવાથી રાહત મળે છે. નિષ્ણાતોનું માનવું છે કે, આ બે ઔષધીય ગુણોથી ભરપૂર હોવાથી તેનું સેવન કરવાથી ગળું સ્વસ્થ રહે છે.

મૂલેઠીનુ સેવન

ગળામાં થતા દુખાવાથી રાહત મેળવવા માટે મુલેઠી (લિકરિસ) ચાવવાથી તુરંત રાહત મળે છે.

એલોવેરા જ્યૂસ

એલોવેરામાંથી બનેલો રસ પેટના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. જેથી તમારે એલોવેરાના જ્યૂસનું સેવન કરવું જોઈએ.

હર્બલ ટી

હર્બલ ટી એક દવાની જેમ કામ કરે છે. જેથી ગળામાં થતા દુખાવાથી રાહત મેળવવા માટે હર્બલ ટી પણ પી શકાય છે.

તુલસીનો ઉકાળો

તુલસીના પાનને ગરમ પાણીમાં નાખીને ઉકાળ્યા બાદમાં ઠંડુ થાય ત્યારે તેનું સેવન કરવાથી ગળામાં દુખાવાથી રાહત મળે છે.

મસાલેદાર ખોરાક

મસાલેદાર ખોરાક ખાવાથી પણ ઘણીવાર ગળામાં દુખાવો થાય છે. તેથી તમારે મસાલેદાર ખોરાક ટાળવું જોઈએ.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

વાસી ખોરાક ખાવાની આડઅસરો નથી ખબર? જાણી લો