30 મિનીટમા ભોજન પચાવવાના ઘરેલૂ ઉપાયો


By Prince Solanki25, Dec 2023 12:17 PMgujaratijagran.com

ભોજન ન પચવુ

જમ્યા પછી ઘણા સમય બાદ પણ જો જમવાનુ પચતુ નથી તો તે શરીરના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. તેનાથી પેટમા દુખાવો અને ઓડકાર જેવી સમસ્યાઓ થઈ શકે છે.

જમવાનુ ટાળવુ

ભોજન પચાવવામા સમસ્યા થતા લોકો ભોજન કરવાનુ ટાળતા હોય છે. જો જમ્યા પછી ક્લાકો બાદ પણ ભોજન પચવામા સમસ્યા થઈ રહી છે તો તમારે કેટલાક ઘરેલૂ ઉપાય અપનાવી શકો છો.

30 મિનીટમા પચશે ભોજન

ચલો જાણીએ કેટલાક ઘરેલૂ ઉપાય વિશે જેને અમલમા મૂકવાથી ભોજન 30 મિનીટમા પચી શકે છે. ચલો જાણીએ તે ઉપાયો વિશે.

નવસેકુ ગરમ પાણી પીઓ

જો જમ્યા પછી પણ તમારુ ખાવાનુ પચતુ નથી તો તમે 10 થી 15 મિનીટ પછી નવસેકુ ગરમ પાણી પી શકો છો. તેનાથી ભોજન પચાવવામા સરળતા રહે છે.

હીંગ ખાઓ

જમવાનુ પચવવા માટે હીંગ પણ ખૂબ જ અસરદાર સાબિત થઈ શકે છે. જો તમારુ પેટ યોગ્ય રીતે ખાવાનુ પચાઈ શકતુ નથી તો ભોજન બનાવવામા હીંગનો ઉપયોગ કરો.

દહીં અને કાળુ મીઠુ

ભોજન પચાવવા માટે દહીં અને કાળુ મીઠુ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તે પેટમા ઠંડક પહોંચાડે છે. જો તમે મસાલેદાર જમવાનુ જમ્યા છો તો તેના પર દહીં અને કાળુ મીઠુ જરુરથી ખાઓ.

1 ચપટી અજમો

અપચાની સમસ્યા થવા પર તમે 1 ચપટી અજમાનુ સેવન જરુરથી કરો. તે માટે 1 ચપટી અજમો લો અને તેમા થોડુ કાળુ મીઠુ ઉમેરીને તેનુ સેવન કરો.

વરિયાળીનુ પાણી પીઓ

વરિયાળીનુ પાણી પીવાથી તમારી અપચાની સમસ્યા દૂર થઈ શકે છે. તેના સેવન માટે એક ગ્લાસ પાણીમા ટીસ્પુન નાખીને પીઓ.

આવી અન્ય લાઈફસ્ટાઈલ સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ

ક્રિસમસ ડે સ્પેશિયલ નેલ આર્ટ : આ નેલ આર્ટ ડિઝાઇન્સ ક્રિસમસ પર તમે ટ્રાય કરો, લોકો જોતા રહી જશે