ડુંગળીની ચટણી તમે ઢોંસા, ઈડલી અને પરાઠા સાથે સર્વ કરી શકો છો. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે ચટપટી લાગે છે. તો ચાલો જાણીએ તેને બનાવવાની રીત....
ડુંગળી 2-3, આંબલી-2,રાઈ-અડધી ચમચી, સૂકાયેલા લાલ મરચા- 5 થી 6, અડદની દાળ-અડધી ચમચી, તેલ-અડધી ચમચી, પાણી-જરૂરિયાત મુજબ, મીઠું-સ્વાદ પ્રમાણે
સૌ પ્રથમ ડુંગળીને સમારીને તેના કટકા કરો. હવે એક પેનમાં તેલને ગરમ કરો. જ્યારે તેલ ગરમ થઈ જાય, ત્યારે તેમાં રાઈ નાંખીને વઘાર કરો.
વઘાર થયા બાદ તેમાં કાપેલી ડુંગળી, આંબલી અને લાલ મરચું નાંખ્યા બાદ સારી રીતે મિક્સ કરો.
હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો અને આ મિક્સ્ચરને ઠંડુ થવા માટે છોડી દો.
હવે જ્યારે તે ઠંડુ થઈ જાય, ત્યારે આ મિશ્રણને મિક્સર ગ્રાઈન્ડરમાં નાંખીને પીસી લો. હવે આ પેસ્ટમાં ઉપરથી વઘાર ઉમેરો.
હવે એક ચમચી સરસિયામાં અડધી ચમચી અડદની દાળ નાંખીને તેને ડુંગળીની ચટણી પર વ્યવસ્થિત નાંખી દો.
તેમાં તમે મીઠો લીમડો પણ મિક્સ કરી શકો છો. હવે તમારી ડુંગળીની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. આવી ચટણી તમે ગમે ત્યાં એકદમ સરળતાથી બનાવી શકો છો.