તમે ડિપ્રેશનથી નીકળવા માટે એનર્જેટિક મ્યૂઝીક સાંભળી શકો છો. જેથી તમારી ઉદાસી દૂર થઈ જશે. આ માટે બને ત્યાં સુધી પોઝિટિવ ગીતો જ સાંભળો.
જો તમને રમવું પસંદ હોય, તો આ દુ:ખમાંથી બહાર નીકળવા માટે મિત્રો સાથે મનપસંદ રમત રમી શકો છો. જેથી તમારું મગજ શાંત રહેશે અને તેમને સારું પણ લાગશે.
બ્રેકઅપ બાદના ડિપ્રેશનથી બચવા માટે મૉર્નિંગ વૉક પર જાવો. જેથી હેપ્પી હોર્મોનનું પ્રોડક્શન વધશે અને માઈન્ડ ફ્રેશ રહેશે.
યોગ કરવાથી તમે માત્ર ફિજિકલી જ નહીં, પરંતુ મેન્ટલી પણ સ્ટ્રોંગ બનો છો. જેનાથી સ્ટ્રેસ, ચિંતા અને ડિપ્રેશન તમામને દૂર કરવામાં મદદ મળે છે.
તમે બ્રેકઅપ બાદ દુ:ખ ભૂલવા માટે દરરોજ એક્સરસાઈઝ કરો. જેનાથી બ્લડ સર્ક્યૂલેશન યોગ્ય રહે છે અને પોઝિટિવ એનર્જી પણ વધે છે.
બ્રેકઅપ બાદ ક્યારેય એકલા ના રહો. આ માટે હંમેશા તમારા મિત્રો સાથે સમય વીતાવો અને પોતાની ફિલિંગ્સ તેમની સાથે શેર કરો. જેનાથી ડિપ્રેશનથી રાહત મળે છે.
બ્રેકઅપ બાદ ખુદને કોઈને કોઈ કામમાં વ્યસ્ત રાખો. આ માટે તમે જૉબ, સમાજ સેવા જેવા કામ કરી શકો છો.