સવારના સમયે ખાલી પેટ તાંબાના વાસણમાં પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક મનાય છે. આ પાણી કાયમ ઘૂંટડે-ઘૂંટડે પીવું જોઈએ.
તાંબાના પાણીની તાસિર ગરમ હોય છે. પાણીને તાંબાના વાસણમાં સ્ટોર કરવાથી પાણીમાં એન્ટી સેપ્ટિક ગુણ આવી જાય છે. આથી ગરમીની સિઝનમાં આવું પાણી પીવાનું ટાળવું જોઈએ.
તાંબાના વાસણમાં ક્યારેય ઠંડી જગ્યા પર ના રાખશો. જેથી ફ્રિજમાં તેને સ્ટોર ના કરવું જોઈએ.
તાંબાના વાસણમાં પાણી એક દિવસમાં 2 ગ્લાસથી વધારે ના પીવું જોઈએ. આ પાણીને જરૂરિયાત કરતાં વધારે પીવાથી ત્વચા સબંધી સમસ્યા થઈ શકે છે.
તાંબાના વાસણમાં પાણી નાંખીને તરત જ તેને ના પીવું જોઈએ. આ પાણીને પીવાના 6-8 કલાક પહેલા સ્ટોર કરશો, તો જ તેની અંદર તાંબાના ગુણ આવશે.
તાંબાના વાસણે હંમેશા સાફ રાખવા જરૂરી છે. આવા વાસણ ખૂબ જ જલ્દી ઑક્સિડાઈઝ થઈ જાય છે. એવામાં તેને સમયાંતરે લીંબુના રસથી સાફ કરીને રાખવા જોઈએ.
જે લોકોને અવારનવાર પેટ સાથે સંકળાયેલી સમસ્યા હોય, તેમણે તાંબાના વાસણમાં પાણી પીવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી તમારી તકલીફ વધી શકે છે.