કીવી વિટામિન-સીનો એક ઉમદા સ્ત્રોત છે. કીવી ખાવાથી વાળનો ઝડપથી વિકાસ થાય છે. જેથી વાળ ખરવાની સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે.
કેળામાં સુગર, ફાઈબર, થાઈમિન અને ફૉલિક એસિડના રૂપમાં વિટામિન-એ અને બી ભરપુર પ્રમાણમાં હોય છે. જેના સેવનથી વાળ મજબૂત અને સિલ્કી બને છે.
વાળના ગ્રોથને વધારવા માટે જામફળ ખૂબ જ ઉપયોગી છે. જેમાં વિટામિન-સી હોય છે, જે વાળને ખરતા રોકવાની સાથે જ તેને વધારવામાં પણ મદદરૂપ થાય છે.
જેમાં વિટામિન-ઈ મળી આવે છે. જે વાળને ખરવા અને તૂટવાથી રોકી શકે છે. આ સાથે જ તેમાં રહેલ વિટામિન-ઈ વાળને લાંબા કરવામાં મદદ કરે છે.
આ ફળ વિટામિન-એ અને સીથી ભરપુર હોય છે. પપૈયામાં રહેલ એન્ટી ઑક્સિડેન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ બરછટ વાળને પણ સિલ્કી બનાવે છે.
જેમાં વિટામિન-સી, એ અને બી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે વાળ માટે ફાયદેમંદ મનાય છે. એવામાં સંતરાનું સેવન કરીને તમે વાળ ખરવાની સમસ્યામાંથી છૂટકારો મેળવી શકો છો.
દ્રાક્ષ અને પાઈનેપલ જેવા ખાટા ફળોનું દરરોજ સેવન કરવાથી પણ વાળ મજબૂત બને છે. આ ઉપરાંત જાંબુ પણ વાળની સમસ્યાને દૂર કરવા માટે ફાયદેમંદ મનાય છે.