ડુંગળીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, શુગરનાં દર્દીઓ માટે ખૂબ જ ગુણકારી હોય છે.
નવી શોધ પ્રમાણે ડુંગળીના સેવનથી ટાઇપ-1 અને ટાઇપ-2 ડાયાબિટીસ દર્દીઓમાં બ્લડ શુગર લેવલ ઓછું થાય છે.
ડુંગળીમાં ફ્લેવોનોઇડ્સ, એન્ટિઓક્સિડેન્ટ રહેલાં છે, જે બ્લડ શુગરને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે.
લાલ ડુંગળી ફાયબરથી ભરપૂર હોય છે. આ ફાયબર બ્લડમાં શુગરને ધીમી ગતીએ પહોંચાડે છે.
કાચી ડુંગળીનું ગ્લાઇસેમિક ઇન્ડેક્સ 10 છે, આ કારણથી તેને ડાયાબિટીક દર્દીઓ માટે ગુણકારી ફૂડ ગણવામાં આવે છે.
ડાયાબિટીસના દર્દીઓને લો કાર્બ ફૂડ ખાવાની સલાહ આપવામાં આવે છે, અને ડુંગળીમાં કાર્બોહાઇડ્રેટ ખૂબ જ ઓછું હોય છે.
ડુંગળીમાં રહેલું ફાયબર કબજિયાતમાં પણ રાહત આપે છે, જે ડાયાબિટીક દર્દીઓમાં એક સામાન્ય વાત છે