એલોવેરાની જેલ હીલિંગ પ્રોપર્ટીથી ભરપુર હોય છે, જે સ્કિનની બળતરા દૂર કરી શકે છે. આથી તડકાના કારણે ત્વચા બળે, ત્યારે એલોવેરા જેલ એપ્લાય કરવાથી રાહત મળે છે.
ત્વચા બળવા પર ચંદનનો લેપ લગાવી શકાય છે. ચંદનની તાસિર ઠંડી અને તેમા ભરપુર એન્ટી સેપ્ટિંગ ગુણથી ભરપુર હોય છે. આથી ચંદનની પેસ્ટ લગાવવાથી ચામડીની બળતરા દૂર થઈ શકે છે.
બળતી ત્વચાથી રાહત મેળવવા માટે ગુલાબ જળ ચહેરા પર એપ્લાય કરો. તડકામાં નીકળતા પહેલા ગુલાબ જળ લગાવવાથી પણ ત્વચાને બળતા તેમજ ડિહાઈડ્રેટ થતા બચાવી શકાય છે.
મૉઈશ્વરાઈજિંગ ગુણથી ભરપુર દહી સ્કિનને ઠંડક આપે છે. આથી તડકાના કારણે સ્કિન બળવા પર થોડી વાર માટે દહી એપ્લાય કરો. જેનાથી સ્કિનને મોઈશ્વરાઈઝ કરવા સાથે બળતરામાં રાહત મળી શકે છે.
સ્કિનની બળતરા દૂર કરવા માટે તુલસીનો રસ એપ્લાય કરો. તુલસીના રસમાં અનેક પોષક તત્વો હોય છે, જે સ્કિનને ડેમેજ થતા બચાવી શકે છે.