વાળને શાઈની બનાવવા માટે લીંબુ અને મધનું હેર માસ્ક લગાવો. આ માટે અડધી ચમચી લીંબુના રસમાં એક ચમચી મધ મિક્સ કરીને 20 મિનિટ સુધી લગાવીને રાખવાથી ડેન્ડ્રફની સમસ્યા ઓછી થઈ શકે છે.
એક વાટકી દહીમાં એક ચમચી મધ મિક્સ કરીને 30 મિનિટ સુધી તમારા સ્કેલ્પમાં લગાવો. દહી અને મધનું આ કૉમ્બિનેશન તમારા વાળની ડ્રાયનેસને દૂર કરીને નેચરલ શાઈન વધારશે.
મૉઈશ્વરાઈઝિંગ ગુણથી ભરપુર આ ઈન્ગ્રીડિએન્ટ્સ સ્કેલ્પને હાઈડ્રેટેડ રાખશે. જેથી એલોવેરા જેલમાં મધ મિક્સ કરીને થોડી વાર વાળમાં મસાજ કરો. જેનાથી શાઈની હેર મળી શકે છે.
એપલ વિનેગર સ્કેલ્પના ડીપ ક્લીનિંગમાં મદદ કરી શકે છે. આ માટે મધમાં એક ચમચી એપલ વિનેગાર મિક્સ કરીને સ્કેલ્પ પર લગાવવા પર વાળ શાઈની બની શકે છે.
ઑલિવ ઑઈલ અને મધનું મિશ્રણ તમારા વાળને કમાલના ફાયદા આપી શકે છે. આ માટે 4-5 ચમચી ઓલિવ ઑઈલમાં 2 ચમચી મધ મિક્સ કરીને સ્કેલ્પ પર માલિશ કરવાથી શાઈની હેર મળશે.
વાળને પોષણ આપવા માટે કેળાની સાથે મધનું હેર માસ્ક સ્કેલ્પમાં થોડી વાર સુધી લગાવીને રાખવાથી સૉફ્ટ અને શાઈની હેર મળી શકે છે.