જંક ફૂડ ખાવાના કારણે તથા પેટની સફાઈ ન કરવાના કારણે મોંમા ચાંદી પડે છે. જેના દુખાવાના કારણે સરખી રીતે જમાતુ પણ નથી. જો તમે પણ મોંમા પડેલી ચાંદીની સમસ્યાથી હેરાન છો તો તમે પણ આ ઘરેલૂ ઉપાયો અપનાવીને સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.
સવારે ઉઠીને હળદર વાળા પાણીના કોગળા કરવાથી 2 દિવસમા જ મોંની ચાંદીની સમસ્યા દૂર થઈ શકે છે. આ માટે એક લિટર પાણીમા 5 ચમચી હળદર નાખીને તેને ગરમ કરો. આ પાણીને ઠંડુ કરીને દિવસમા 2 વાળ તેનાથી કોગળા કરો.
મોંમા પડેલી ચાંદીને દૂર કરવા માટે જાંબુના પત્તાનો ઉપયોગ કરો. આ માટે પત્તાને સારી રીતે પીસીને પાણીમા મિલાવી દો. આ પાણીથી હવે રોજ સવારે કોગળા કરો.
ઘીને રાતે સૂતા પહેલા મોંમા પડેલી ચાંદી પર લગાવવાથી રાહત મળે છે. ઘીમા રહેલા પોષકતત્વો મોંમા પડેલી ચાંદીને દૂર કરવામા મદદ કરે છે.
જામફળના પત્તા મોંમા પડેલી ચાંદીને દૂર કરવામા મદદ કરે છે. આ માટે તમે 2-3 પત્તાને પીસીને તેમા આથાને મિલાવીને તેને રોજ ચાવો.
પીપળાની છાલ અને તેના પત્તાને પીસીને તેને રાતે સૂતા પહેલા ચાંદી પર લગાવવાથી રાહત મળે છે.
બાફેલી ફટાકડીમા ગ્લિસરીનને ઉમેરીને તેને રુના મદદથી મોંમા પડેલી ચાંદીના ભાગે લગાવાથી ચાંદીની સમસ્યા માથી છૂટકારો મળે છે.
રાતે સૂતા પહેલા અને સવારે ઉઠતા પહેલા છાસથી કોગળા કરવાથી મોંમા પડેલી ચાંદીની સમસ્યા માથી છૂટકારો મળે છે.