બદામનો હલવો ખાવાથી મળે છે આ 5 ફાયદા


By Prince Solanki14, Dec 2023 07:01 PMgujaratijagran.com

બદામનો હલવો

બદામનુ સેવન કરવાથી શરીરને અનેક સ્વાસ્થ્ય સંબધિત ફાયદા મળે છે. રોજ એક વાટકો બદામનો હલવો ખાવાથી શરીરને અનેક જરુરી પોષકતત્વો મળે છે, જે બીમારીઓથી બચાવે છે. ચલો જાણીએ બદામનો હલવો બનાવવાની રેસીપી અને તેના ફાયદા વિશે.

પોષકતત્વથી ભરપૂર

બદામ પ્રોટીન, ફાઈબર, વિટામિન ઈ, કેલ્શિયમ અને જિંક જેવા પોષકતત્વો મળે છે, જે શરીરને સ્વસ્થ રાખવા માટે મદદ કરે છે.

બદામનો હલવો બનાવવાની સામગ્રી

બદામનો હલવો બનાવવા માટે 250 ગ્રામ બદામ, 12 ચમચી દેશી ઘી અને ખાંડની જરુર પડે છે.

બદામનો હલવો બનાવવાની રેસીપી

બદામને પાણીમા બાફી બાફી લો. પછી બદામની પેસ્ટ બનાવો. હવે એક પેનમા ઘી નાખીને તેને ગરમ કરો. ગેસને ધીમા તાપે રાખો અને સ્વાદઅનુસાર ખાંડ નાખો. બ્રાઉન થવા પર ખાંડને ઉમેરો. બદામનો હલવો તૈયાર છે.

વજન ઓછુ કરે

વજન ઓછુ કરવા માટે તમે બદામનો હલવો ખાઈ શકો છો. બદામમા કેલેરીની માત્રા ઓછી હોય છે, જેનાથી શરીરનુ વજન નિયંત્રણમા રહે છે.

પાચનક્રિયા સારી બને

બદામ ખાવાથી પાચનક્રિયા સારી બને છે, બદામમા ફાઈબરની માત્રા ખૂબ જ હોય છે. જે પાચનક્રિયા સુધારવામા મદદ કરે છે.

ચામડી માટે ફાયદાકારક

બદામ રહેલુ વિટામિન ઈ ચામડી માટે ફાયદાકારક છે . તેના સેવન કરવાથી ચહેરા પર ચમક આવે છે.

કોલેસ્ટ્રોલ ઘટે

બદામમા રહેલા પોષકતત્વો કોલેસ્ટ્રોલને ઓછુ કરવામા મદદ કરે છે. તથા તેના સેવનથી સારુ કોલેસ્ટ્રોલ વધે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

માથાના દુખાવાના હોય શકે છે આ સામાન્ય કારણો