માથાનો દુખાવો થવો એક સામાન્ય વાત છે, પરંતુ તેની પાછળ કેટલાક ખાસ કારણ હોય શકે છે. ચલો જાણીએ.
સાઈનસના દર્દીઓને માથાનો દુખાવાનો સામનો કરવો પડે છે. સાયનસમા નાક અને માથાના ઉપરના ભાગમા દુખાવો થાય છે.
આંખો કમજોર હોવાથી પણ માથામા દુખાવો થઈ શકે છે. કમજોર નજરના કારણે તમારે વાંચવા તથા બીજા કામોમા આંખો પર વધારે ભાર આપવો પડે છે.
જો તમને માઈગ્રેનની સમસ્યા છે તો તમને માથાના દુખાવાનો સામનો કરવો પડી શકે છે. આ કારણે તમને ઉલ્ટીની સમસ્યા પણ થઈ શકે છે.
જો તમે તણાવમા રહો છો તો તમે માથાના દુખાવાનો સામનો કરવો પડી શકે છે. તણાવથી છૂટકારો મેળવવા માટે તમે સંગિત સાંભળી શકો છો.
શરીરમા જો પાણીની ઉણપ હોય તો પણ માથામા દુખાવો થઈ શકે છે, જેથી તમારા શરીરને હાઈડ્રેડ રાખવુ જરુરી છે.