એક ગ્લાસ હીંગનુ પાણી પીવાથી મળે છે અનેક ફાયદા


By Prince Solanki14, Dec 2023 05:59 PMgujaratijagran.com

હીંગ

હીંગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. રોજ એક ગ્લાસ હીંગનુ પાણી પીવાથી શરીરમા પાચનશક્તિ મજબૂત બને છે. ચલો જાણીએ રોજ એક ગ્લાસ હીંગનુ પાણી પીવાથી સ્વાસ્થ્ય સંબધિત મળતા ફાયદા વિશે.

આ રીતે બનાવો હીંગનુ પાણી

2 ચપટી હીંગને નવસેકા ગરમ પાણીમા નાખી તેને હલાવીને પી લો. તેનુ સેવન 2 અઠવાડિયા સુધી કરવાથી શરીરને ફાયદા મળે છે.

કોલેસ્ટ્રોલ ઘટે

રોજ એક ગ્લાસ હીંગનુ પાણી પીવાથી શરીરમા જમા થયેલુ ખરાબ કોલેસ્ટ્રોલ દૂર થાય છે. કોલેસ્ટ્રોલ નિયંત્રણમા રહેવાથી હાર્ટ અટૈકનુ જોખમ ઓછુ થાય છે.

પેટ માટે ફાયદાકારક

હીંગનુ પાણી પીવાથી કબજિયાત, ગેસ અને એસિડીટી જેવી સમસ્યામા રાહત મળે છે. સાથે તેના પાણીથી પેટ પણ સાફ કરે છે.

મેટાબોલિજમ સુધારે

હીંગનુ પાણી પીવાથી મેટાબોલિજમ સુધરે છે, સાથે તેનુ પાણી પીવાથી ઘણી બીમારીઓ પણ દૂર રહે છે.

વજન ઓછુ કરે

હીંગનુ પાણી પીવાથી શરીરનુ વજન ઓછુ થાય છે. તેનુ સેવન કરવાથી પેટમા જમા ચરબી ઓછી થાય છે.

માથાનો દુખાવો દૂર કરે

હીંગનુ પાણી પીવાથી માથાનો દુખાવો દૂર થાય છે. તેમા રહેલા એંટી ઈફ્લેમેટરી ગુણ હોય છે, જે સોજાને ઓછા કરવામા મદદ કરે છે.

ઠંડીથી બચાવે

ઠંડીમા હીંગનુ પાણી પીવાથી ઠંડીથી બચી શકાય છે અને શ્વાસ સંબધિત સમસ્યાઓ પણ દૂર થાય છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

Weight Loss Tips : વજન ઘટાડવા માટે વરિયાળીનું પાણી પીવો