મોંઢામાં ચાંદા પડયા છે? ઘરેલૂ નુસ્ખા અપનાવવાથી મળશે રાહત


By Smith Taral03, Jan 2024 12:44 PMgujaratijagran.com

મોંઢામાં ચાંદા પડવા એક સામાન્ચ બીમારી છે, અને આનાથી તકલીફ પણ ઘણી થાય છે, ખાસ કરીને ખાવા પીવામાં, આનાથી આપણે ગરમ વસ્તુઓ પણ આરોગી શકાતા નથી. આ તકલીફ, પેટમા ગરમી, પેટ સાફ ના હોવું, ઓછી ઊંઘ, શરીરમાં પાણીની ઉણપ વગેરેનાં લીધે થાય છે. આનું નિદાન માટે દવાઓ બજારમા ઉપલ્બધ છે, પણ દવાઓ કરતા જો ઘરેલું ઉપચાર કરવામાં તો તે શરીર માટે વધારે સારું ગણી શકાય. ચાલો જાણીએ કેટલાક દેશી ઉપચાર જે તમને આ તરલીફ દૂર કરવામાં મદદ કરશે.

મુડેઠી

મોંઢામાં ચાંદા પડવાની તકલીફને મુડેઠીનો ઉપયોગ કરીને મટાડી શકાય છે. આની માટે તમારે મુડેઠીને ઘસીને તેનામાં મધ ઉમેરીને ચાંદા પર લગાવું અને થોડી વાર પછી સાફ કરી લેવું.

ખસખસ

ખસખસ ખાવાથી પેટની ગરમી ઓછી થાય છે, આ ખાવાથી મોંઢામાં ચાંદા જલદી મટી જાય છે. દિવસમાં આને એકથી બે વાર ખાવું જોઈએ.

નારીયેળ

આ સિવાય નારીયેળને ઘસીને ચાંદા પર લગાવાથી રાહત મળશે.

તુલસીના પાન

દિવસમાં બેથી ત્રણ વાર તુલસીના પાન ચાવવાથી આ તકલીફને દૂર કરી શકાય છે. તુલસીના પાન તમને દુખાવામાં પણ રાહત આપશે.

પાન ના પત્તા

પાનના પત્તા પણ ચાંદાને મટાડવા માટે વાપરવામાં આવે છે. આની માટે પાન ના પત્તા પર કાથો લગાવીને ખાઈ શકાય છે.

લસણ

લસણની બે-ત્રણ કળી ફોલીને તેની પેસ્ટ બનાવી લો, આને ચાંદા પર રહેવા દો, પછી થોડી વાર પછી સાફ કરી લો. લસણ ચાંદા મટાડવામાં મદદરૂપ બને છે.

દૂધ

રુને દૂધમાં ડુબોળીને ચાંદા પર લગાવાથી ઘણો ફાયદો મળે છે, આ ચાંદાને મટાડવા માટે ઘણો અસરકારક સાબિત થઈ શકે છે.

મોંઢામાં ચાંદાને દૂર કરવા આ ઘરેલૂ નુસ્ખા અપનાવી શકો છો, જેનાથી દૂખાવામાં પણ રાહત મળશે, અને તેને મટાડવામાં મદદરૂપ બને છે. સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો. આવીજ જરૂરી અને મહત્વની જાણકારી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.

આ 7 લોકોએ લસણ ન ખાવું જોઈએ