ગરમીના દિવસોમાં મોઢામાં ચાંદાની સમસ્યા ઊભી થાય છે, આનાથી ખાવા પીવામાં પણ ઘણી તકલીફ થાય છે. જો તમને પણ આ સમસ્યાથી પીડાતા હોવ તો હવે તેને રાતોરાત તેને ઠીક કરી દો, આ સ્ટોરીમાં આપણે કેટલાક ઘરેલું ઉપચાર જોઈશું જે તમને અલ્સરથી ઝડપથી છુટકારો અપાવશે
મધ અને મુલેઠી મોઢાના ચાંદા મટાડવામાં કારગર છે. આ માટે મુલેઠીના પાઉડરમાં થોડું મધ મિક્સ કરીને જ્યા ચાંદા થયા હોય તે જગ્યા પર લગાવો અને આમ કરવાથી મોંમાંથી લાળ નીકળશે અને ચાંદા ઝડપથી મટી જશે
મીઠા પાણીના કોગળા કરવાથી ચાંદા મટાડી શકાય છે. આ માટે એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી મીઠું ઉમેરી તેના કોગળા કરો, આમા તમને બર્નિંગ સેન્સેશન અનુભવી શકો છો. પરંતુ, તે અલ્સરને ઝડપથી મટાડે છે.
જામફળના પાન ચાવવાથી અ્લસરથી છુટકારો મેળવી શકાય છે, પાન સાથે કાથો મેળવીને તેને સોપારીની જેમ ચાવો.
અરડુસીના પાંદડાના ઉપયોગ કરીને મોઢાના ચાંદા મટાડી શકાય છે, આમાં રહેલા ઔષધીય ગુણો ચાદાંને મટાડવામાં મદદ કરે છે, આ માટે 2 થી 3 પાનને સારી રીતે ચાવો અને તેનો રસ ચૂસી લો
અરડુસીના પાંદડાના ઉપયોગ કરીને મોઢાના ચાંદા મટાડી શકાય છે, આમાં રહેલા ઔષધીય ગુણો ચાદાંને મટાડવામાં મદદ કરે છે, આ માટે 2 થી 3 પાનને સારી રીતે ચાવો અને તેનો રસ ચૂસી લો
પાણી ઓછું પીવાના લીધે પણ મોઢામાં ચાંદા પડે છે, માટે બને એટલું વધું પાણી પીઓ. પાણી પેટને સાફ કરે છે, જે મોઢામાં ચાંદા થતા અટકાવે છે
લીંબુનો રસ મોઢાના ચાંદા મટાડવામાં મદદ કરે છે. આ માટે તમે જ્યુસમાં મધ ઉમેરીને કોગળા કરી શકો છો