હાઈ બીપી થશે નોર્મલ, કરો આ 5 કામ


By Prince Solanki11, Jan 2024 11:26 AMgujaratijagran.com

હાઈ બીપી

આજના સમયમા હાઈબ્લડપ્રેશરની સમસ્યા સામાન્ય થતી જઈ રહી છે. ખરાબ લાઈફસ્ટાઈલ અને માનસિક તણાવ તેની પાછળ જવાબદાર કારણ છે. જો હાઈબ્લડપ્રેશરને નિયંત્રણમા ન રાખવામા આવે તો તે ઘણી ગંભીર બીમારીઓનુ કારણ બની શકે છે. એવામા બીપીને કંટ્રોલ કરવુ ખૂબ જ જરુરી છે.

હાઈ બીપીથી થઈ શકે આ સમસ્યાઓ

હાઈ બીપીથી હાર્ટ અટૈકનો ખતરો વધી શકે છે, સાથે કિડનીની બીમારી પણ થઈ શકે છે, સાથે બ્લડ ફ્લો પણ પ્રભાવિત થાય છે.

એક્સપર્ટની સલાહ

ડો. રવિન્દ્ર કુમાર શ્રિવાસ્તવ પ્રમાણે જો હાઈ બીપીને નિયંત્રણમા ન કરવામા આવે તો તે મોટી સમસ્યાનુ કારણ બની શકે છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તેનાથી બચવા માટે કેટલાક કામ કરીને તેને નિયંત્રણમા રાખી શકો છો.

રોજ કસરત કરો

હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલ કરવા માટે તમે નિયમિત કસરત કરી શકો છો. રોજ કસરત કરવાથી બીપીની સાથે સાથે સ્વાસ્થ્યને અન્ય ઘણા ફાયદા મળે છે.

હેલ્ધી ડાયટ લો

હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલ કરવા માટે તથા હાર્ટને સ્વસ્થ રાખવા માટે તમે હેલ્ધી ડાયટને લઈ શકો છો. તેનાથી શારીરિક સ્વાસ્થ્ય પણ સારુ રહે છે.

મીઠુ અને ફેટ ઓછુ કરે

હાઈ બીપીની સમસ્યાનો સામનો કરતા લોકોએ મીઠુ અને ફેટનુ સેવન ઓછુ કરવુ જોઈએ. આમ કરવાથી શરીરના બ્લડપ્રેશરને કંટ્રોલ કરી શકાય છે.

આલ્કોહોલથી દૂર રહો

હાઈ બીપીની સમસ્યાનો સામનો કરતા લોકોએ આલ્કોહોલથી દૂર રહેવુ જોઈએ. તેનુ સેવન બીપીને વધારી શકે છે, અને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

તણાવ ન લો

હાઈ બીપીના દર્દીઓને વધારે પડતો તણાવ ન લેવો જોઈએ. હાઈ બીપી વાળા દર્દીઓ વધારે પડતો તણાવ લે છે તો સમસ્યાઓમા વધારો થઈ શકે છે. વધારે પડતા સ્ટ્રેસના કારણે હાર્ટ બીટ પણ વધી જાય છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ચેતી જજો, આ વસ્તુઓના સેવનથી હાડકાઓ પડે છે કમજોર