શું તમારાથી પણ ભાત વ્યવસ્થિત નથી બનતા, આવો જાણીએ ભાત રાંધવાની સાચી રીત


By Vanraj Dabhi29, Aug 2023 10:23 AMgujaratijagran.com

જાણો

જો કે ભારતના લગભગ દરેક રસોડામાં ભાત રાંધવામાં આવે છે, પરંતુ શું તમે તેને બનાવવાની સાચી રીત નથી જાણતા, તો આવો ભાત બનાવવાની સાચી રીત વિશે જાણીએ.

પાણીનું માપ રાખો

ભાતને સારા પકાવવા માટે પાણીની માત્રા પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. જો તેમાં પાણી યોગ્ય પ્રમાણમાં નાખવામાં ન આવે તો ભાત વ્યવસ્થિત રંધાતા નથી.

આ રીતે પાણી ઉમેરો

જો તમે કૂકરમાં એક ગ્લાસ ચોખા બનાવતા હોવ તો દોઢ ગ્લાસ પાણી નાખો અને જો તપેલીમાં બનાવતા હોવ તો બે ગ્લાસ પાણી નાખો, તેનાથી ચોખા ફૂલેલા વ્યવસ્થિત બનશે.

લીંબુનો રસ નાખો

જો તમે ચોખાને એકદમ તાજા અને સફેદ બનવવા માંગતા હોવ તો તેમાં પાણી નાખતી વખતે થોડા ટીપાં લીંબુને રસના નાખો અને મીઠું નાખો.

ગેસની ફ્લેમ પર ધ્યાન રાખો

જો તમે પરફેક્ટ ચોખા પકાવવા માંગો છો તો ધીમા ગેસ પર પકાવો,કૂકરમાં એક સીટી વાગ્યા પછી ગેસને ધીમો કરો, આમ કરવાથી ભાત એકદમ પરફેક્ટ બનશે.

ભાત કેવી રીતે ધોવા

જો ચોખા ધોયા પછી તરત રાંધવામાં આવે તો, તેમાં સ્ટાર્ચનું પ્રમાણ રહે છે, જેના કારણે ચોખા ચીકણા બને છે. તેથી ચોખાને ધોયા પછી થોડી વાર પાણીમાં રહેવા દો પછી તેને બનાવો.

તેલ અથવા ઘીનો ઉપયોગ કરો

ચોખામાં પાણી ઉમેરતી વખતે તેમાં તેલ અથવા ઘી ના થોડા ટીપા નાખવાથી તે વ્યવસ્થિત ખુલે છે. જો ચોખા ધોયા પછી તરત રાંધતા હોવ તો તેમાં ઘી અથવા તેલનો ઉપયોગ કરો.

સુગંધિત ચોખા માટે ટીપ્સ

જો તમે સુગંધિત ચોખા બનાવવા માંગતા હોવ તો, તેમાં કે તેલ,ઘી,એલચી, લવિંગ, તમાલપત્ર વગેરે નાખવાથી તેનો સ્વાદ અલગ બને છે.

વાંચતા રહો

તમે પણ આ રીતે ચોખા રાંધો, આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો

ઈંડા વગરની ચોકલેટ કેક કેવી રીતે બનાવવી, આવો જાણીએ