સમગ્ર દેશમાં અત્યારે તહેવારોની સિઝન ચાલી રહી છે. ત્યારે આ સમયગાળા દરમિયાન લોકો ભોજનમાં અવનવી વાનગીઓ ખાતા હોય છે પરંતુ અવનવી વાનગીઓ ખાવાની મજાની સાથે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ એટલું જ જરુરી છે.
તહેવારોની સિઝનમાં વધારે પડતું ગળ્યું તથા તળેલું ખાવાથી તમારા શરીરનું વજન વધવાનું જોખમ અનેક ગણું વધી જાય છે. આ સમસ્યાથી બચવા માટે તમારે આ દિવસોમાં ખાવાપીવામાં સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે.
વધારે પ્રમાણમાં મીઠાઈ અને તળેલું ખાવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ તો વધે જ છે પરંતુ સાથે ચરબીના પ્રમાણમાં પણ વધારો થાય છે. જેથી રોજ 40 મિનિટની કસરત કરવી સ્વાસ્થ્ય માટે ફાયદારૂપ સાબિત થાય છે.
તહેવારોની સિઝનમાં બહારથી મીઠાઈઓ ખરીદવાની જગ્યાએ ઘરે જ મીઠાઈઓ બનાવવાનું પસંદ કરો. બજારોમાં મળતી આર્ટિફિશ્યલ મીઠાઈઓ ખાવાનું ટાળવું જોઈએ
શરીરમાં ટોક્સિનના પ્રમાણને કંટ્રોલ રાખવા માટે વધુમાં વધુ પાણી પીવાનું રાખો. રોજના 8-9 ગ્લાસ પાણી પીવાનું રાખો અને વધુ પ્રમાણમાં ચા-કોફી તથા સોફ્ટ પીણા પીવાનું ટાળો.