સ્કિપિંગ એટલે કે દોરડા કૂદવા, આ એક્સરસાઈઝને દરરોજ સવાર-સાંજ ઓછામાં ઓછી 50 વખત કરવી જોઈએ. જેનાથી થોડા દિવસોમાં જ કમરની ચરબી ઓગળી જશે અને શરીર સુડોળ બનશે.
પ્લેન્કનો દરરોજ અભ્યાસ કરવાથી કમર અને હિપ્સની આસપાસની ચરબી ઓગળવા લાગે છે. જો કે આ એક્સરસાઈઝ કરવાથી શરૂઆતમાં સમસ્યા થઈ શકે છે. આથી આ એક્સરસાઈઝનો ધીમે-ધીમે અભ્યાસ કરવો જોઈએ.
⪢ સૌ પ્રથમ મેટ પર પેટના જોરે સૂઈ જાવ. ⪢ હવે તમારી કોણીને તમારા ખભાની સામકક્ષ રાખો. ⪢ હવે એકસાથે ઉપરની તરફ ઉઠી જાવ. જેવી રીતે તસવીરમાં દેખાય છે. ⪢ આ એક્સરસાઈઝને ઓછામાં ઓછી એક વરમાં 8-10 વખત કરવાનો પ્રયત્ન કરો.
દરરોજ દોડવું શરીર માટે ઉત્તમ એક્સરસાઈઝ માનવામાં આવે છે. જેનાથી આખું શરીર સુડોળ બનાવવાની સાથે ખૂબ જ એક્ટિવ બન્યું રહે છે.
સિટઅપ્સ તમે પથારીમાં પણ સરળતાથી કરી શકો છો. દરરોજ 40-50 વખત કરવાથી પેટ અને કમરની ચરબી દૂર થાય છે. આ સાથે જ હિપ્સની આસપાસ થતો દુખાવો પણ દૂર થાય છે.
આ તમામ એક્સરસાઈઝ ઉપરાંત તમે સાઈકલિંગ, સ્વિમિંગ, ડાન્સિંગ, જૉગિંગ વગેરે કરી શકો છો. આ સાથે જ સીડી ચડવાની આદત પાડો. જેનાથી કમરની ચરબી ઝડપથી ઓગળી જશે.
એક્સરસાઈઝ ઉપરાં તમે ખાણી-પીણી પર પણ ધ્યાન આપો. જંક ફૂડ્સ અને ઓઈલી ફૂડ્સથી દૂર રહો. આ સાથે જ રાતે હેવી ખોરાક લેવાનું ટાળો અને સૂવાના 2 કલાક પહેલા કશું જ ના ખાશો.