ડાયાબિટીસ કંટ્રોલ ટિપ્સઃ આ વસ્તુઓથી સુગર કંટ્રોલમાં રહે છે


By Jivan Kapuriya20, Jul 2023 05:53 PMgujaratijagran.com

ખાંડ

સુગરના દર્દીઓને ઘણી વસ્તુઓ ખાવા-પીવાની મનાઈ હોય છે. આવો જાણીએ સુગર કંટ્રોલ કરવા માટે કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ?

મીઠાઈઓથી દૂર રહો

સુગરના દર્દીઓએ મીઠી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ, મીઠાઈઓનું વધુ પડતું સેવન કરવાથી સુગર લેવલ વધે છે.

કિવિ ફળ

કિવિમાં વિટામિન ઈ,કે,ફોલેટ અને આયર્ન જેવા પોષક તત્વો મળી આવે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેના ઉપયોગથી સુગર કંટ્રોલ જળવાઈ રહે છે.

ઈંડા ખાવ

ઈંડામાં એમિનો એસિડ અને પ્રોટીન જોવા મળે છે. તેમાં રહેલા પોષક તત્વો સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

ઓટ્સ

ઓટ્સમાં ફાઈબર વધુ માત્રામાં જોવા મળે છે, જ્યારે કેલરી ઓછી માત્રામાં હોય છે. ઓટ્સના સેવનથી સુગરને નિયંત્રિત કરી શકાય છે.

મેથીના દાંણા

મેથીના દાંણા લોહીમાં રહેલી સુગરને તોડીને ઇન્સ્યુલિન છોડવામાં મદદ કરે છે. સુગરના દર્દીઓને દરરોજ તેનું પાણી પીવાથી આરામ મળે છે.

લીલા શાકભાજી

લીલા પાંદડાવાળા શાકભાજીમાં ઘણા વિટામિન અને પ્રોટીન હોય છે. તેને ડાયટમાં સામેલ કરવાથી સુગર કંટ્રોલમાં રહે છે.

દહીં

દહીંમાં વિટામિન બી12,પોટેશિયમ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. સુગરના દર્દીઓ માટે તે ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી સુગર લેવલને નિયંત્રિત કરી શકાય છે.

વાંચતા રહો

જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.

ખાલી પેટ દૂધીનું જ્યૂસ પીવાથી મળે છે આ ચમત્કારિક ફાયદા, જે તમને કોઈએ નહીં જણાવ્યા હોય