આયુર્વેદ અનુસાર, જે લોકોને પિત્ત, કફ અથવા વાતની સમસ્યા હોય છે. તેમણે રોજ એક ગ્લાસ દૂધીનું જ્યૂસ પીવું જોઈએ. જેનાથી આ તમામ સમસ્યાઓમાં રાહત મળે છે.
દૂધીમાં સોલ્યૂબલ ફાઈબર હોય છે. જે તમને ઓવર ઈટિંગથી બચાવે છે. આ ઉપરાંત ફાઈબર ખોરાકને પચવામાં પણ મદદ કરે છે.
સવારે ખાલી પેટ દૂધીનું જ્યૂસ પીવાથી લિવર સબંધિત સમસ્યા દૂર થઈ શકે છે. જે લિવરમાં સોજો દૂર કરવામાં મદદ કરે છે.
દૂધીના જ્યૂસમાં પોટેશિયમ મળી આવે છે. જે શરીરમાં બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
યુરિક એસિડનું લેવલ વધવાથી શરીરના અનેક ભાગોમાં સોજા આવી જાય છે. જેના કારણે ઢીંચણમાં દર્દ થવા લાગે છે. દૂધીનો જ્યૂસ આ સમસ્યાને દૂર કરવા માટે ઉત્તમ વિકલ્પ છે.
દૂધીને છીણીને તેને નાના-નાના કટકામાં કાપી લો. જે બાદ તેનો જ્યૂસ નીકાળી લો. તમે તેમાં મીઠુ, લીંબુ અથવા ફૂદીનાના પત્તા પણ મિક્સ કરી શકો છો.
દૂધીના જ્યૂસમાં વિટામિન, પોટેશિયમ અને આયરન પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે. સવારે ખાલી પેટ દૂધીનું જ્યૂસ પીવું ફાયદેમંદ હોય છે.