વજન ઘટાડવા માટે આ રીતે તજનો ઉપયોગ કરો, થોડા દિવસોમાં દેખાશે અસર


By Sanket M Parekh2023-05-13, 16:08 ISTgujaratijagran.com

પોષક તત્વો

તજમાં મેગ્નેશિયમ, ફૉસ્ફરસ, જિંક, કેલ્શિયમ અને કૉપર જેવા પોષક તત્ત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.

તજ વાળુ દૂધ

વજન ઘટાડવા માટે તમે તજના પાવડરને ગરમ દૂધમાં મિક્સ કરીને પી શકો છો. જે મેટાબલિજ્મની પ્રક્રિયાને ઝડપી કરીને શરીરમાં જમા ફેટ નીકાળે છે.

તજની ચા

તજની ચા શરીર માટે ફેટ બર્નરનું કામ કરે છે. જેને પીવાથી હાઈ કૉલેસ્ટ્રોલ અને ઈન્ફેક્શનનો ખતરો ટળવા સાથે વજન પણ સરળતાથી ઘટે છે. આ માટે તેમાં મધ અને લીંબુ પણ મિક્સ કરી શકો છો.

તજનું પાણી

આવું પાણી પીવાથી શરીરમાં જમા ગંદકી સાફ થવાની સાથે વજન પણ ઘટે છે. નિયમિત આ પાણી પીવાથી ફેટ ઘટે છે. જે બેલી ફેટ ઓછું કરવામાં મદદગાર સાબિત થાય છે.

તજ અને મધ

વજન ઘટાડવા માટે તમે તજના પાવડર સાથે મધ મિક્સ કરીને ખાવા ઉપરાંત તજને ઉકાળીને તેમાં મધ નાંખીને પણ પી શકો છો. સવારે ખાલી પેટ આવું કરવાથી વજન ઝડપથી ઘટી શકે છે.

તજ અને ઑટ્સ

વજન ઓછું કરવા માટે તમે સવારે નાસ્તામાં તજ અને ઓટ્સ ખાઈ શકો છે. જેને ખાવાથી લાંબા સમય સુધી પેટ ભર્યું હોવાનું લાગશે, જેનાથી વજન ઘટવામાં સરળતા રહે છે. આ માટે ઑટ્સમાં તજનો પાવડર અને મધ મિક્સ કરીને ખાવ.

ગરમીમાં હેર ફૉલની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે લગાવો આ તેલ, વાળ લાંબા અને મજબૂત બનશે