ગરમીમાં હેર ફૉલની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે લગાવો આ તેલ, વાળ મજબૂત બનશે


By Sanket M Parekh2023-05-13, 15:58 ISTgujaratijagran.com

એવાકેડો ઑઈલ

ગરમીમાં વાળોને ડીપ કંડીશનિંગ કરવા માટે એવાકેડો ઑઈલ લગાવો. હેર વૉશ કરો તેના 1 કલાક પહેલા એવાકેડો ઑઈલથી સ્કેલ્પ મસાજ કરવાથી ફાયદો થશે

એલોવેરા ઑઈલ

ગરમીમાં વાળ ખરવાની સમસ્યાને રોકવા માટે એલોવેરા ઑઈલ લગાવો. આ માટે નારિયેળના તેલમાં એલોવેરા જેલ મિક્સ કરીને હળવી ગરમ કરો. જે બાદ આ તેલથી વાળમાં મસાજ કરો.

જોજોબા ઑઈલ

એન્ટીફ્લેમેન્ટરી અને એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપુર જોજોબા ઑઈલ ગરમીમાં વાળ ખરવાની સમસ્યામાં રાહત આપી શકે છે. આ માટે જોજોબા ઑઈલ લગાવીને થોડીવાર મસાજ કરો.

ઑલિવ ઑઈલ

ગરમીમાં પોતાના વાળને મજબૂત કરવા માટે ઑલિવ ઑઈલનો ઉપયોગ કરો. પોષક તત્ત્વોથી ભરપુર ઑલિવ ઑઈલથી સ્કેલ્પની મસાજ કરવાથી ફાયદો થશે.

બદામ તેલ

વિટામિન-ઈ જેવા પોષક તત્ત્વોથી ભરપુર બદામના તેલની મદદથી ગરમીમાં હેર ફૉલને ઓછા કરી શકો છો. હેર વૉશ કરતા પહેલા વાળની માલિશ બદામ તેલથી કરો.

આમળાનું તેલ

આમળાનું તેલ લગાવવાથી વાળને પોષણ મળવાની સાથે મજબૂત બનાવીશકે છે. આથી ગરમીમાં વાળ ખરવાની સમસ્યાથી બચવા માટે આમળાના તેલની મસાજ કરો.

બાળકોમાં કેલ્શિયમની કમી હોવા પર દેખાય છે આ લક્ષણ, ભૂલથી પણ નજરઅંદાજ ના કરશો