આંતરડામાં જામેલી ગંદકી દૂર કરવા આ 5 ઉપાયો અજમાવો


By Smith Taral28, Mar 2024 01:25 PMgujaratijagran.com

કહેવામાં આવે છે મોટા ભાગના રોગ નાદુરસ્ત પેટના લીધે થાય છે, માટે પેટનું સ્વાસ્થ્ય જાળવવું ઘણું જરૂરી છે. જો તમને વારંવાર બ્લોટિંગ, ગેસ કે એસિડિટીની જેવી સમસ્યા રહેતી હોય તો સમજી લેવું તમારું પાચનતંત્ર યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું. ચાલો જાણીએ કેટલાક આવા ઉપાયો જેનાથી તમને પેટનું સ્વાસ્થ્ય સાચવી શકો છો

પ્રોબાયોટીક્સ લો

તમારા ડાયટમાં પ્રોબાયોટીક્સનું પ્રમાણ વધારો. આ માટે તમારે દહીં અને છાશનું સેવન કરવું જોઈએ.

સફરજનનો.જ્યુસ

સફરજનનો રસ પીવાથી આંતરડામાં ફસાયેલો મળ સરળતાથી સાફ થઈ જાય છે. ફરજનનો જ્યુસ પીવાથી શરીરનીના ઝેરી તત્વોને દૂર કરી શકાય છે

પાણી પીવો

ઘણીવાર કામ માં વ્યસ્ત થવાને લીધે આપણે પાણી ખૂબ ઓછુ પિયે છીએ, જે સ્વાસ્થ્ય માટે સારું ન કહી શકાય, માટે દરરોજ ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ.

ફાઇબર સમૃદ્ધ ખોરાક ખાવો

નારંગી, જામફળ, નાસપતી, કેરી અને સફરજન જેવા ફાઇબર યુક્ત ખોરાક ખાવા જોઈએ આ તમારા આંતરડાની તંદુરસ્ત રાખે છે પાચનતંત્ર પણ મજબૂત બનાવે છે

વધુ પડતું ભોજન

જો તમે એકજ સમયે વધુ પડતો ખોરાક ખાઈ લો છો તો એ તમારી પાચનશક્તિ ઓછી કરી શકે છે. એક સમયે પ્રમાણસર ખાવાથી પેટનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે

ગેસ્ટ્રિક એસિડ ઘટાડવા માટે આ તમે પાંચ ફળોનું સેવન કરો