ઘણા લોકો ચહેરાને સાફ કરવા માટે અવનવી પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે, તમે તમારા ચહેરાને સાફ કરવા માટે ઘરેલું ઉપાય અજમાવી શકો છો,.
તમે તમારા ચહેરાને સાફ કરવા માટે ચણાના લોટનોઉપયોગ કરી શકો છો, ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.
ચણાનો લોટ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તે ત્વચા પર હાજર મૃત ત્વચા કોષો, ગંદકી અને વધારાનું તેલ સાફ કરવા ઉપરાંત ખીલ, ડાઘ અને ફ્રીકલ્સને દૂર કરે છે.
તમે ચણાના લોટમાં ગુલાબજળ મિક્સ કરીને ચહેરો ધોઈ શકો છો. તેનાથી તમને ફ્રેશનેશ અને ચમકદાર ત્વચા મળશે.
તમે તમારા ચહેરાને સાફ કરવા માટે ચણાનો લોટ અને કાચું દૂધનો ઉપયોગ કરી શકો છો. જે ડાઘ-ધબ્બા દૂર કરીને ત્વચાના રંગને સુધારવા ઉપરાંત તે ત્વચાને હાઇડ્રેટેડ અને મોઇશ્ચરાઇઝ્ડ પણ રાખે છે.
જો તમે ઈચ્છો તો ચણાના લોટમાં ટામેટાંનો રસ મિક્સ કરીને પણ ચહેરો ધોઈ શકો છો. તેનાથી ત્વચાના ડાઘ અને ટેનિંગની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. આ ઉપરાંત ત્વચામાં પણ સુધારો થશે.
જો તમે ઈચ્છો તો ચણાના લોટમાં દહીં મિક્સ કરીને પણ ચહેરો ક્લિન કરી શકો છો. તેનાથી તમારા ચહેરા પર ઈન્સ્ટન્ટ ગ્લો આવશે.
તમે તમારા ચહેરાને સાફ કરવા માટે ચણાના લોટ અને મધનો ઉપયોગ કરી શકો છો આ તમને ખીલ, ડાઘ અને ત્વચાના પિગમેન્ટેશનથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.